મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ પાસે સ્પાર્સ ઇન હોટલમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો


SHARE











મોરબીના બેલા ગામ પાસે સ્પાર્સ ઇન હોટલમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે હોટલમાં રિસેપ્શનના કાઉન્ટર નીચેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં સ્પર્શ ઈન હોટલમાં દારૂ હોવાની બાતીમ મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે હોટલ સ્પર્શ ઇનમાં રિસેપ્શનના કાઉન્ટરના ટેબલ નીચેના ભાગમાંથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે ૬૦૦ ની કિંમત ની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી નીરજપ્રસાદ વિજયક્રિષ્ના ગેરૌયા (૨૯) રહે હાલ સ્પર્સ ઇન હોટલ બેલા મૂળ રહે ઉત્તરાખંડ વાળાની ધરપકડ કરેલ છે

દેશી દારૂની ભઠ્ઠી

માળીયા મીયાણાની તાડિયા વાંઢ મચ્છુ નદીના કાંઠે બાવળની જાળીમાં દેશી દારૂનો જથ્થો હોવાથી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૦૦ લીટર આથો મળી આવતા પોલીસે ૧૨૦૦ ની કિંમતમાં મુદ્દા કર્યો હતો અને સ્થળ ઉપરથી સલીમ સુભાન કટીયા જાતે મિયાણા (૨૬) રહે વિશાલા હોટલ પાછળ માળિયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે

દેશી દારૂની ભઠ્ઠી

વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેણાંક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મહીપતભાઈ દેકાવાડીયા ના ઘરમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૮૦૦ લીટર આથો મળી આવતા પોલીસે ૧૬૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મહીપત ચતુરભાઈ દેકાવડીયા જાતે કોળી (૩૪) રહે વીરપર તાલુકો માટેલ વાળા ની ધરપકડ કરેલ છે






Latest News