મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના વિનયગઢમાં શેઢાની તકરારમાં યુવાન ઉપર છ શખ્સોએ કર્યો હુમલો


SHARE











વાંકાનેરના વિનયગઢમાં શેઢાની તકરારમાં યુવાન ઉપર છ શખ્સોએ કર્યો હુમલો

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની સીમમાં આવેલ જમીનના શેઢા બાબતે યુવાન સાથે તકરાર ચાલતી હતી તેનો ખાર રાખીને ગામમાં આવેલ બંધ દુકાન પાસે બે શખ્સોએ તે યુવાનને પકડી રાખ્યો હતો બે શખ્સોને તેને ધોકા વડે માર માર્યો હતો તેમજ બે શખ્સોએ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા ભરતભાઈ રવજીભાઈ ચૌહાણ જાતે કોળી (૪૫)એ હાલમાં સગરામભાઇ પાંચાભાઇ, રમેશભાઈ ચમનભાઈ, મેરામભાઇ ચમનભાઈ, દિનેશભાઈ, સવજીભાઈ નરસીભાઈ અને ચમનભાઈ રમેશભાઈ રહે. બધા વિનયગઢ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, વિનયગઢ ગામની સીમમાં તેઓની જમીનની બાજુમાં આરોપી ચમનભાઈ રમેશભાઈની જમીન આવેલ છે અને તેના સેઢા બાબતે મનદુઃખ ચાલતું હોય તે બાબતનો ખાર રાખીને વિનયગઢ ગામે આવેલ રાણાભાઇ પોપટભાઈની દુકાન પાસે તેને મેરામભાઇ અને દિનેશભાઈએ પકડી રાખ્યો હતો અને સગરામભાઇ તથા રમેશભાઇએ તેને લાકડાના ધોકા વડે માર્યો હતો. ત્યારબાદ ત્યાં સવજીભાઈ અને ચમનભાઈ આવ્યા હતા અને તેમણે ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં છ શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે મારામારી જાનથી મારી રાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News