મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના ભવાનીનગર ઢોરામાં બે મહિલા સહિત છ વ્યક્તિને પાઇપ વડે માર માર્યો


SHARE







હળવદના ભવાનીનગર ઢોરામાં બે મહિલા સહિત છ વ્યક્તિને પાઇપ વડે માર માર્યો

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં થયેલ મારામારીના બનાવવામાં હાલમાં હળવદ ખાતે વળતી ફરિયાદ નોંધાય છે અને ત્રણ શખ્સોએ ગાળો આપી બોલાચાલી કરીને પાઇપ વડે માર માર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં ત્રણ પૈકીના બે આરોપીને પકડી લીધા છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા મુન્નાભાઈ સોમાભાઈ જખાણીયા જાતે દેવીપુજક (૨૩)એ હાલમાં કૂકાભાઇ કરમશીભાઈ જખાણીયા, વગાભાઈ કરમશીભાઈ જખાણીયા અને અરજણભાઈ કરમશીભાઈ જખાણીયા રહે. ત્રણેય ભવાનીનગર ઢોરા વિસ્તાર હળવદ વાળાની સામે મારામારી અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ધારશીભાઈની દીકરીના લગ્ન હોવાથી તેઓને પૈસાની જરૂર હોય તેઓએ કુકાભાઈ જખાણીયા પાસેથી ઉછીના પૈસા લીધા હતા જે પૈસા પરત આપી દીધેલ હોવા છતાં આરોપીએ વધુ પૈસાની માંગણી કરી હતી અને ધારશીભાઈ સાથે બોલાચાલી કરી તેને પેટના ભાગે બે પાટુ માર્યા હતા જેથી ફરિયાદી યુવાન તેને સમજાવવા માટે જતા તેને ગાળો આપી તેની સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈને વગાભાઈ કરમશીભાઈ જખાણીયાએ ફરિયાદીને પાઇપ વડે માથામાં માર માર્યો હતો તેમજ બચુભાઈ, ગગજીભાઈ, વિરમભાઈ, કનીબેન અને લાભુબેનને પાઇપ વડે માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ મુન્નાભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આ કેસમાં આરોપી કુકાભાઈ કરમશીભાઈ જખાણીયા અને અરજણભાઈ કરમશીભાઈ જખાણીયાની ધરપકડ કરેલ છે તેમજ વગાભાઈ કરમશીભાઈ જખાણીયાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News