મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હવે મુખવાસ પણ સલામત નથી !: મોરબી જિલ્લાના હળવદમાં વરીયાળીમાં ભેળસેળ, ૧.૧૨ કરોડનો મુદામાલ કબજે


SHARE







હવે મુખવાસ પણ સલામત નથી !: મોરબી જિલ્લાના હળવદમાં વરીયાળીમાં ભેળસેળ, ૧.૧૨ કરોડનો મુદામાલ કબજે

વર્તમાન સમયમાં દૂધ, અનાજ, કઠોળ, મસાલા, તેલ વગેરેમાં ભેળસેળ થતી હોય તેવું અગાઉ અનેક વખત સામે આવી ચૂક્યું છે દરમિયાન હવે લોકોએ મુખવાસ ખાતા પણ સાવધાન રહેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા હળવદ નજીક આવેલ માર્કેટ યાર્ડની પાછળના ભાગમાંથી વરીયાળીમાં ભેળસેળ કરતાં એક શખની અટકાયત કરવામાં આવેલ છે અને હાલમાં ૧.૧૨ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી એફએસએલ તથા ફુડ વિભાગની ટીમ દ્વારા તેના સેમ્પલ લેવામાં આવ્યા છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના માર્કેટ યાર્ડ પાસે આવેલ અવધ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં વંદન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં વરિયાળીમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ત્યાં રાત્રે રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી અંદાજે ૫૩ હજાર કિલો જેટલી વરિયાળીનો જથ્થો મળી આવતા પોલીસે વરીયાળી તથા મોબાઈલ સહિતનો અન્ય મુદ્દા માલ કબજે કરીને ૧.૧૨ કરોડથી વધુનો મુદ્દા માલ કબજે કરીને હાલમાં સીઆરપીસી ૧૦૨ મુજબ તે મુદ્દામાલને કબજે કરીને હિતેશભાઈ મુકેશજી અગ્રવાલ (૩૬) રહે. હાલ વસંત પાર્ક સોસાયટી હળવદ વાળાની અટકાયત કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને તેના કબજામાંથી જે વરિયાળીનો જથ્થો મળી આવ્યો છે તેના એફએસએલ અને ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે બજારમાંથી સસ્તી વરીયાળી મેળવીને તેના ઉપર કલર કરી લીલી વરિયાળી બનાવી તેને પેકિંગમાં પેક કરીને વેચવામાં આવતી હોવાનું હાલમાં સામે આવ્યું છે જોકે હવે ફૂડ વિભાગ અને એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે






Latest News