હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ જૈવ વિવિધતા દીવસ અનુસંધાને સ્પર્ધાનું આયોજન


SHARE











મોરબીમાં વિશ્વ જૈવ વિવિધતા દીવસ અનુસંધાને સ્પર્ધાનું આયોજન

આગામી તા.૨૨ મી મે  બાયોડાયવર્સિટી એટલે કે વિશ્વ જૈવ વિવિધતા દીવસના અનુસંધાને આપણાં ઉકેલો પ્રકૃતિમાં છે તેથી આપણે પ્રકૃતિનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તે વિષય ઉપર ઉમરની કેટેગરી મુજબ જીવ સૃષ્ટિનું ચિત્ર અને તેને સમજાવતો વિડીયો બનાવી ભાગ લેવાં આહવાન કરવામાં આવેલ છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરીત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં.૨૦૨ માં કાર્યરત છે.તેના દ્રારા તા.૨૨-મે નાં દીવસે દુનિયાભરમાં વિશ્વ જૈવ વિવિધતા દીવસ તરીકે ઉજવવામાં આવે છે.જૈવિક વિવિધતામાં પક્ષીઓ, પ્રાણીઓ, દરીયાઈ જીવો વિવિધ પ્રકારની વનસ્પતિઓ, વૃક્ષો, ઔષધિઓ વગેરે કુદરતી સંપતિનો સમાવેશ થાય છે.આ ઉજવણીનો મુખ્ય હેતુ નાગરીકોને કુદરતી સંપતીનું જતન કરવા જાગૃત કરવાનો છે.માણસ ચાહે તો જ જૈવિક વિવિધતા સાચવી શકાય કારણ કે ઈશ્વરે તેને પ્રકૃતિનો રખેવાળ બનાવ્યો છે.પરંતુ સમગ્ર સૃષ્ટીમાં માણસ જ એક એવું પ્રાણી છે જે પ્રકૃતિ સાથે સતત અડપલાં કર્યા કરે છે.પ્રદુષણ વધારે,.વૃક્ષો ન ઉગાડે, પાણીનો બગાડ કરે. વિકાસ નામે વૃક્ષોની કતલ કરાવે જેથી ગ્લોબલ વોર્મિંગ ઓઝોનમાં ગાબડું કલાઇમેટ ચેન્જ આ તમામ માનવીની કરતુકો છે.આનો એક જ ઉપાય છે વૃક્ષો વાવો, નદી-તળાવ જેવા જળાસયોને સ્વસ્છ રાખો, પાણીનો બગાડ અટકાવીએ તો જ પ્રકૃતિનું જતન થાય.વિશ્વ જૈવ વિવિધતા દીવસની સ્પર્ધામાં બધાં સ્પર્ધકોએ કેટેગરી મુજબ ડ્રોઈંગ સીટમાં ચિત્ર દોરી ચિત્ર વિશે ટુંકમાં સમજાવતો વિડીયો બનાવી મોકલવાનો રહેશે. કેટેગરી -1 ધો-1,2,3,4

● ધો-1- પાલતું પક્ષીઓ એટલે શું ? કોઈ એક પાલતું પક્ષી નું ચિત્ર દોરી તેની વિશેષતા કહો.

● ધો-2- પાલતું પ્રાણીઓ એટલે શું .? કોઈ એક પાલતું પ્રાણી નું ચિત્ર દોરી તેની વિશેષતા કહો.

● ધો-3- જંગલી પ્રાણીઓ એટલે શું? કોઈ એક જંગલી પ્રાણી નું ચિત્ર દોરી તેની વિશેષતાઓ કહો.

● ધો-4- શિંગડા વાળા પ્રાણીઓ માં શિંગડા નું મહત્વ સમજાવો, કોઈ એક શિંગડા વાળા પ્રાણી નું ચિત્ર દોરી તેની વિશેષતાઓ જણાવો.

● કેટેગરી-2 , ધો-5,6,7,8

● ધો-5- ભાર વહન કરતાં પ્રાણીઓ એટલે શું ? કોઈ એક  ભાર વહન કરતાં પ્રાણી નું ચિત્ર દોરો તેની વિશેષતાઓ કહો.

● ધો-6- જંગલી પ્રાણીઓ વિશે ટુંક માં સમજાવો. કોઈ એક જંગલી પ્રાણી નું દોરી તેની વિશેષતાઓ જણાવો.

● ધો-7- જળચર પ્રાણીઓ એટલે શું? કોઈ એક જળચર પ્રાણીનું ચિત્ર દોરી તેની વિશેષતાઓ કહો.

● ધો-8-  ઉભયજીવી પ્રાણીઓ એટલે શું ? કોઈ એક ઉભયજીવી પ્રાણી નું ચિત્ર દોરી તેની વિશેષતાઓ જણાવો.

● કેટેગરી-3 ધો-9,10,11,12

● ધો-9- સરીસૃપ  પ્રાણીઓ એટલે શું ? કોઈ એક  સરિસૃપ પ્રાણી નું ચિત્ર દોરી તેની વિશેષતાઓ કહો.

 ● ધો-10- ઉભયજીવી પ્રાણીઓ અને સરિસૃપ પ્રાણીઓ વચ્ચે નો ભેદ સ્પષ્ટ કરો. કોઈ એક પ્રાણી નું ચિત્ર દોરી તેની વિશેષતાઓ જણાવો.

● ધો-11- ભૂચર પ્રાણીઓ ની વ્યાખ્યા કહો. કોઈ એક ભૂચર પ્રાણી નું ચિત્ર દોરી તેની વિશેષતાઓ જણાવો.

 ● ધો-12- ખેચર પ્રાણીઓ એટલે શું ? કોઈ એક ખેચર પ્રાણી નું ચિત્ર દોરી તેની વિશેષતાઓ જણાવો 

● કેટેગરી-4 ,કોલેજ સ્ટુડન્ટ, શિક્ષકમિત્રો તથા વાલીશ્રીઓ 

● કોલેજ સ્ટુડન્ટ માટે (1) મિશ્રાહારી પ્રાણીઓ એટલે શું ? કોઈ એક મિશ્રાહારી પ્રાણી નું ચિત્ર દોરી તેની વિશેષતાઓ જણાવો.

● શિક્ષકમિત્રો માટે-(2) વ્યાવસાયિકો- પક્ષી અને પ્રાણી ની જોડતી કડી એટલે શું ? કોઈ એક  પ્રાણી નું ચિત્ર દોરી તેની વિશેષતાઓ જણાવો.

● વાલીશ્રીઓ માટે (3) પ્રાણીઓ અને વનસ્પતિઓ નાં રક્ષણ માટે મારાં સંકલ્પો. કોઈ એક વનસ્પતિ નું ચિત્ર દોરી તેનાં ઔષધિય ગુણ/ઉપયોગ જણાવો.તમારાં વર્ગ /કક્ષા મુજબ ગમે તે એક નું ચિત્ર દોરો સાથે તેને ટુંક માં સમજાવતો વીડીયો બનાવીને મોકલવાનો રહેશે તેમ એલ.એમ.ભટ્ટ - દિપેનભાઈ ભટ્ટ (મો.98249 12230, 97279 86386) એ જણાવેલ છે.






Latest News