મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં જમવાનું મોડું બનાવતા પતિએ આપેલા ઠપકાનું લાગી આવતા ઝેરી દવા પી જતા પરિણિતા સારવારમાં


SHARE







મોરબીમાં જમવાનું મોડું બનાવતા પતિએ આપેલા ઠપકાનું લાગી આવતા ઝેરી દવા પી જતા પરિણિતા સારવારમાં

મોરબીના નવાગામ (લખધીરનગર) ની રહેવાસી મહિલા ઝેરી દવા પી જતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે કામકાજેથી પતિ ઘરે આવ્યો હોય અને સમયસર જમવાનું બન્યું ન હોય તે બાબતે પત્નીને ઠપકો આપ્યો હતો તે વાતનું લાગી આવતા તેણીએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું..!

બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા પાસેથી મળતી વિગતો મુજબ મોરબીના નવાગામ (લખધીરનગર) ના રહેવાસી ભાવનાબેન કિશોરભાઈ દારોદ્રા નામની ૩૬ વર્ષની મહિલા તેણીના ઘરે ઝેરી દવા પી જતા તેઓને બેભાન હાલતમાં અત્રે મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ થતા તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે, ભાવનાબેનનો લગ્ન ગાળો ૧૬ વર્ષનો છે અને પતિ કિશોરભાઈ કામકાજેથી ઘરે આવ્યા હોય અને પરત કામે જવાનું હોય પરંતુ ઘરે રસોઈ બની ન હોય તે બાબતે તેઓએ તેમના પત્નીને સામાન્ય ઠપકો આપ્યો હતો તે બાબતનું મનમાં લાગી આવતા ભાવનાબેને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.

ગીર સોમનાથ પોલીસની કાર્યવાહી

મોરબી ખાતે ગીર સોમનાથ એલસીબીના હેડ કોન્સ્ટેબલ એન.બી.બસીયા આવ્યા હતા અને ત્યાં તાલાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના નંબર ૧૦૧-૨૦૧૬ આઇુીસી કલમ ૪૦૬, ૪૨૦ (છેતરપિંડી) સહીતના ગુનામાં આરોપી પ્રકાશ નાથાભાઇ રાણીંગા જાતે સોની નાસતો ફરતો હોય અને તે આરોપી તપાસ દરમિયાન મોરબીમાંથી મળી આવતા પ્રકાશ રાણીંગાને હસ્તગત કરીને તપાસના કામે પોતાની સાથે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

વાહન અકસ્માતમાં ઇજા

રબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ મુનનગર નજીક બાઇકમાં પાછળના ભાગે બેસીને જતા મીનાબેન હીરાભાઈ લોખિલ (ઉમર ૨૪) રહે.મવડી ચોકડી પાસે રાજકોટ વાળીને ઇજા થતા સારવારમાં લઇ જવાયા હતા તેઓ બાઇનૂ પાછળ બેસીને જતા હતા તે સમયે મુનનગર પાસે બાઇક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજા થતાં સારવાર માટે અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.






Latest News