મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણ વચ્ચે એસપીની હાજરીમાં પોલીસનું ટ્રાફિક માટે કોમ્બિંગ !


SHARE







મોરબીમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણ વચ્ચે એસપીની હાજરીમાં પોલીસનું ટ્રાફિક માટે કોમ્બિંગ !

મોરબીમાં ટ્રાફિક માટે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકોને એવી આશા હોય છે કે, વર્ષોથી મોરબીના રોડ રસ્તા ઉપર આડેધડ લારી, ગલ્લા અને પાથરણાના દબાણ થઈ ગયેલ છે તેને દૂર કરવા માટેની પોલીસ દ્વારા કામગીરી કરીને લોકો તેના વાહનોને યોગ્ય રીતે પાર્ક કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે જો કે, આવું કશું જ મોરબીમાં કરવામાં આવતું નથી કેમ કે, અત્યાર સુધીમાં એસપી રાજયલ ત્રિપાઠીની હાજરીમાં બે વખત મોરબીના જુદાજુદા વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે અને ત્યારે ટ્રાફિકને નડતરરૂપ હોય તેવા લારી, ગલ્લા અને પાથરણાના દબાણને દૂર કરવામાં આવતા નથી જેથી કરીને પોલીસ દ્વારા ટ્રાફિક માટે જે કોમ્બિંગ કરવામાં આવે છે તેનુ પરિણામ શું તે સવાલ ઊભો થઈ રહ્યો છે ગઇકાલે મોરબીના શનાળા રોડે આવેલ પોલીસ ચોકીથી લઈ મચ્છીપીઠ સુધી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આડેધડ પાર્ક કરાયેલ વાહન સામે કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી તે સારી બાબત છે જો કે, વાહનો પાર્ક કરવાની જગ્યાએ ગોઠવી દેવામાં આવેલ લારી, ગલ્લા અને પાથરણાના દબાણ એસપી કે પછી બીજા કોઈ પણ અધિકારીને કેમ દેખાયા નહીં તે તપાસનો વિષય છે જો ૧૫૦ જેટલા પોલીસ જવાનો હાજર હોય તો પણ મોરબીના મુખ્ય માર્ગ ઉપરથી એક પણ લારી, ગલ્લા કે પાથરણાનું દબાણ દૂર કરવામાં ન આવે તો શું મોરબીના આ દબાણોને દૂર કરવા માટે આર્મીની મદદ લેવી પડશે તે સવાલ ઉઠી રહ્યો છે






Latest News