મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની અંકુર સોસાયટીના રહેણાંક મકાનમાંથી વિદેશી સિગારેટના ૧૬૯ પેકેટ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE











મોરબીની અંકુર સોસાયટીના રહેણાંક મકાનમાંથી વિદેશી સિગારેટના ૧૬૯ પેકેટ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી શહેરના શનાળા રોડ ઉપર જીઆઇડીસીના નાકા પાસે આવેલ હોટલ વાળી શેરીમાં રહેતા શખ્સ પાસે વિદેશી સિગરેટ હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્યારે ઘરમાંથી વિદેશી સિગરેટના ૧૬૯ પેકેટ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૬,૯૦૦ ની કિંમતની વિદેશી સિગરેટ કબજે કરી હતી અને આરોપીની ધરપકડ કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એસઓજીની ટીમને મળેલ બાતમી આધારે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ શુભ હોટલ વાળી શેરીમાં અંકુર સોસાયટીમાં અંકુર પ્રોવિઝન સ્ટોરની સામે રહેતા ધ્રુવભાઈ ભુપેન્દ્રભાઈ મીરાણી જાતે લોહાણા (૨૪) ના ઘરે રેડ કરવામાં આવી હતી ત્યારે તેના ઘરમાંથી વિદેશી સિગરેટના જુદીજુદી બ્રાંડના કુલ ૧૬૯ પેકેટ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૬,૯૦૦ ની કિંમતની વિદેશી સિગરેટના બોક્સ કબજે કર્યા હતા અને આ સિગરેટના બોક્સ ઉપર આરોગ્ય વિષયક દેખીતા કોઇ ચેતવણી રૂપ શબ્દો કે ચિત્રો દોરેલા ન હતા અને આ વિદેશી સિગરેટનો જથ્થો જાહેર જનતાને દેખાઈ તે રીતે વેચાણ માટે રાખ્યો હતો જેથી કરીને યુવાનની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સીગારેટ અને બીજી તમાકુ ઉત્પાદન અધીનીયમ ૨૦૦૩ની કલમ ૭ અને ૨૦ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News