મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેશનનું ગુરૂવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કરશે લોકાર્પણ


SHARE







મોરબીના નવા બસ સ્ટેશનનું ગુરૂવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કરશે લોકાર્પણ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશનને સાડા પાંચ કરોડના ખર્ચે નવું બનાવવામાં આવ્યું છે જોકે, તેના લોકાર્પણને લઈને છેલ્લા ઘણા સમયથી અવઢવ અને ચર્ચાઓ ચાલી રહી હતી તેવામાં બે દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા ધરાહારના ધોરણે આ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા માટેનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો ત્યારે અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આગામી ગુરુવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે

રાજ્યભરમાં મુસાફરોને સારી સુવિધા મળે તેના માટે થઈને સરકાર દ્વારા જુના બસ સ્ટેશન પાડીને તેની જગ્યાએ નવા અદ્યતન સુવિધા સાથેના બસ સ્ટેશનનો બનાવવામાં આવી રહ્યા છે તેવી જ રીતે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનને પાડીને તે જગ્યાએ સાડા પાંચ કરોડના ખર્ચે નવું બસ પોર્ટ બનાવવામાં આવ્યું છે અને આ બસ પોર્ટની કામગીરી છેલ્લા ઘણા સમયથી પૂર્ણ થઈ ગઈ હતી જોકે તેનું લોકાર્પણ કરવામાં આવતું ન હતું જેથી કરીને તેને તાત્કાલિક લોકો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી જોકે તેને ખુલ્લુ મુકવામાં આવ્યું ન હતું

જેથી કરીને ગત શનિવારના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો દ્વારા સનાળા રોડ ઉપર નવું બનાવવામાં આવેલ બસ સ્ટેશન ધરાહારના ધોરણે ખુલ્લું મુકવા માટેનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને ત્યારે નવા બસ સ્ટેશનના પટાંગણમાં નારીયલ વધારીને તેને ખુલ્લુ મુકાયું હતું જો કે, કોંગ્રેસના આગેવાનો દ્વારા રીબીન કાપવામાં આવે ત્યારે પહેલા તેની અટકાયત કરી લેવામાં આવી હતી અને હાલમાં એસટી વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આગામી તા. ૧૮/૫ ને ગુરુવારના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં મોરબી શહેરના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે






Latest News