મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં બ્યુટીપાર્લર ચલાવતી પરિણીતા સાથે દુષ્કર્મના ગુનામાં પકડાયેલ વકીલ પુત્ર-જમાઈ સહીત ચારેયની રીમાંડ લેવા તજવીજ શરૂ


SHARE







મોરબીમાં બ્યુટીપાર્લર ચલાવતી પરિણીતા સાથે દુષ્કર્મના ગુનામાં પકડાયેલ વકીલ પુત્ર-જમા સહીત ચારેયની રીમાંડ લેવા તજવીજ શરૂ

મોરબીમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં મોરબીમાં બ્યુટીપાર્લર ધારવતી મહિલાને ઓફિસમાં બોલાવી નશાયુક્ત પીણું પીવડાવીને બેભાન હાલતમાં તેણીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.જો કે, મહિલા સાથે કેટલા શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તે તપાસનો વિષય હોય પોલીસે મહિલાની ફરિયાદ લઈને હાલમા વકીલ પુત્ર-જમાઇ સહીત આરોપીઓને પકડયા છે જેને કોર્ટમાં રજૂ કરી રીમાંડ લેવા પોલીસે આગળની તજવીજ શરૂ કરેલ છે.

મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી પરિણીતાનું કન્યા છાત્રાલય રોડથી બાયપાસ તરફ જવાના રસ્તે શોપિંગ સેન્ટરમાં બ્યુટીપાર્લર આવેલ છે અને તે પોતાનો ઓર્ડર પૂરો કરીને તેનો સમાન બ્યુટીપાર્લરે મૂકવા માટે ગઈ હતી ત્યારે ત્યાં ઓફિસ ધારવતા એડવોકેટ પુત્ર યશ વિશ્વાસ દેસાઈ જાતે વાણીયા કે જેના કોઇ સગાને ત્યાં ભોગ બનેલ મહીલા કોઇ પ્રસંગમાં બ્યુટીપાર્લરના કામ માટે ગયેલ તે યશ દેસાઇએ ફરિયાદી મહિલાને તેની ઓફિસમાં બોલાવી હતી ત્યારે ત્યાં તેણીને નશાયુક્ત પીણું પીવડાવી દીધું હતું જેથી કરીને ભોગ બનેલ પરણીતા બેભાન બની ગઈ હતી ત્યાર બાદ તે રાતે જ્યારે થોડી ભાનમાં આવી હતી ત્યારે આરોપી ધરમ ઉર્ફે ટીટો ચૌહાણ કે જેની ઓફીસમાં ઘટના બની તે ઓફિસમાં નગ્ન હાલતમાં હતો તેમજ ફરિયાદીએ જે કપડા પહેર્યા હતા તે બદલાઈ ગયા હતા જેથી કરીને તે મહિલાએ તાત્કાલિક પોતાના પતિને ફોન કર્યો હતો ત્યાર બાદ તેના પરિવારજનો ત્યાં શોપિંગ સેન્ટરે આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી એ ડીવીઝવ પોલીસ ત્યાં આવી હતી અને મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ભોગ બનેલ મહિલાની ફરિયાદ લઈને પોલીસે તેના મેડિકલ ટેસ્ટ કરાવવાની તેમજ આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને એસસીએસટી સેલના ડીવાયએસપી પી.એસ. ગોસ્વામીની સૂચનાથી એ ડિવિઝન પોલીસે આ ગુનામાં આરોપી ધરમ ઉર્ફે ટીનો પ્રવિણભાઇ ચૌહાણ (૨૫ ) રહે.ખત્રીવાડ પાસે ઝુલતા પુલ નજીક, યશ વિશ્વાસભાઈ દેસાઈ (૨૦) રહે.ઓમ શાંતિપાર્ક છાત્રાલય રોડ આશાપાર્ક પાસે, અભય ઉર્ફે અભિ દિનેશભાઇ જીવાણી જાતે પટેલ(૨૦) રહે ઓમશાંતિ પાર્ક છાત્રાલય રોડ મોરબી અને રવિ દિલીપભાઈ ચૌહાણ જાતે લુહાર (૨૧) રહે.આનંદધામ રેસીડેન્સી ગ્રીનસિટી ફ્લેટ ક્રિષ્ના સાગર તળાવ પાસે બોટાદ હાલ રહે.મોરબી ઓમશાંતિ પાર્ક છાત્રાલય રોડની ધરપકડ કરેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ રવિ દિલીપ ચૌહાણ મૂળ બોટાદનો છે અને તે યસ દેસાઈના બનેવી થાય છે આમ હાલ ઉપરોક્ત દુષ્કર્મના કેસમાં પોલીસ દ્વારા વકીલ વિશ્વાસ દેસાઇના પુત્ર યશ દેસાઈ અને તેના જમાઈ રવિ દિલીપ ચૌહાણની પોલીસે ધરપકડ કરી છે અને ચારેયની રિમાન્ડ લેવા માટે કોર્ટમાં રજૂ કરવા આગળની તજવીજ માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News