મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભેરડા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનુ મોત


SHARE







વાંકાનેરના ભેરડા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનુ મોત

વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતા આધેડ પોતાનું બાઈક લઈને બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને ઈજા પામેલા આધેડને સારવાર માટે લઈ ગયા હતા અને તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ અજાણ્યા વાહન ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતા બળદેવભાઈ શામજીભાઈ વાઘેલા (૨૪) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે ભેરડા ગામે બસ સ્ટેન્ડ થી આગળના ભાગમાં આવેલ છગનભાઈ મુંધવાની વાડી પાસેથી તેઓના પિતા શામજીભાઈ છગનભાઈ વાઘેલા બાઈક નંબર જીજે ૩ ડીબી ૬૨૪૮ લઈને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેઓના બાઈકને લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ફરિયાદીના પિતા શામજીભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેનુ મોત નિપજ્યુ હતું અને હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતકના દીકરા દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News