મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરીના લગ્ન પ્રસંગમાં રાસ ગરબા રમવાની ના પાડતા યુવાનને છરીનો ઘા ઝીક્યો


SHARE







મોરબીમાં દીકરીના લગ્ન પ્રસંગમાં રાસ ગરબા રમવાની ના પાડતા યુવાનને છરીનો ઘા ઝીક્યો

મોરબી શહેરના વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા યુવાનની દીકરીનો લગ્ન પ્રસંગ હોય તેને ઘર પાસે મહિલાઓ દ્વારા રાસ ગરબા રમતા હતા ત્યારે ત્યાં એક શખ્સ રાસ ગરબા રમવા માટે આવ્યો હતો ત્યારે તેને રાસ ગરબા રમવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેને યુવાન સાથે બોલાચાલી અને ઝઘડો કરી ગાળો આપી હતી અને ત્યારબાદ તેની પાસે રહેલ છરી યુવાનને જમણા પડખાના ભાગે મારી દીધી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ઇજા પામેલા યુવાને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા રમજાનભાઈ કરીમભાઈ નોતીયાર જાતે મુસ્લિમ મિયાણા (૩૪) એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇમરાન ઉર્ફે લાલો મુસાભાઇ કુરેશી રહે.વીસીપરા કુલીનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓની દીકરીનો લગ્ન પ્રસંગ હોય તેના ઘર પાસે બૈરાઓ રાસ ગરબા રમી રહ્યા હતા ત્યારે ઇમરાન ત્યાં રાસ રમવા માટે આવ્યો હતો અને તેને રાસ રમવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા ઇમરાને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ગાળો આપી હતી અને પોતાની પાસે રહેલ છરી વડે ફરિયાદી રમજાનભાઈને પડખામાં જમણા ભાગે છરી નો એક ઘા ઝીકી દીધો હતો અને જાનથી મારી રાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા રમજાનભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેઓએ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે તેના આધારે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે.






Latest News