મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનામાં ઓરડી પાસે ગાળો બોલવાની ના કહેતા સાસુ-વહુને જાતિ પ્રત્યે હડધુત કરનારાઓની સામે એટ્રોસીટીની ફરીયાદ


SHARE







મોરબીમાં કારખાનામાં ઓરડી પાસે ગાળો બોલવાની ના કહેતા સાસુ-વહુને જાતિ પ્રત્યે હડધુત કરનારાઓની સામે એટ્રોસીટીની ફરીયાદ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રામેશ્વર પોર્ટ્રીઝ નામના કારખાનાની ઓરડીમાં રહેતી મહિલાના ઘર પર ઓરડી પાસે ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની ના પાડી હતી જેથી કરીને તેણે મહિલા અને તેના સાસુને ગાળો આપીને જાતિ પ્રત્યે હડધુત કરેલ હતા જેથી કરીને તેને કારખાનેથી કાઢી મૂકવામાં આવતા તેણે બે અજાણ્યા શખ્સો સહિતનાઓને કારખાને મોકલીને મહિલા અને તેના સાસુને ગાળો આપીને જાતિ પ્રત્યે હડધુત કર્યા હતા જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રામેશ્વર પોર્ટ્રીઝ નામના નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રમીલાબેન કિશનભાઇ સોલંકી (૨૧) એ હાલમાં નીતિનભાઈ કોળી, હીનાબેન નીતિનભાઈ કોળી, જગદીશ મગનભાઈ, બાબુભાઈ, અનિલ બાબુભાઈ, જયેશ, બાબુભાઈ, ગોપાલભાઈ, નક્કો, જગદીશભાઈ, મહેશભાઈ અને પાંચથી છ અજાણ્યા શખ્સોની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદી અને તેના સાસુ પોતાની ઓરડીએ હતા ત્યારે ઓરડી પાસે આરોપી નીતિનભાઈ કોળી ગાળો બોલતો હતો જેથી કરીને ફરિયાદી અને તેના સાસુએ ગાળો બોલવાની ના પાડી હતી ત્યારે નીતિનભાઈ અને તેના પત્ની હીનાબેન દ્વારા તેઓની સાથે બોલાચાલી ઝઘડો કરી તેને જાતિ પ્રત્યે હડધુત કરવામાં આવ્યા હતા અને ગાળો આપવામાં આવી હતી જેથી કરીને આ બાબતને ધ્યાનમાં રાખીને તેઓને કારખાનેથી કાઢી મૂકવામાં આવ્યા હતા જે તેને સારું નહીં લાગતા આરોપીઓએ અન્ય બે અજાણ્યા માણસોને કારખાને મોકલ્યા હતા અને ત્યારે ફરિયાદી અને તેના સાસુને ગાળો આપીને તેને જાતિ પ્રત્યે હડધુત કરવામાં આવ્યા હતા ત્યારબાદ બીજી ૮થી ૧૦ લોકોને તેઓની ઓરડીએ મોકલ્યા હતા અને ત્યાં ઓરડી પાસે ઉભા રહીને ફરિયાદી તથા તેના સાસુને ગાળો આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News