મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નીરૂબેનનગરમાં મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને જીવનલીલા સંકેલી


SHARE







માળીયા (મી)ના નીરૂબેનનગરમાં મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને જીવનલીલા સંકેલી

માળીયા મીયાણા તાલુકાના નીરુબેનનગરમાં રહેતી મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની સરકારી હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના નીરુબેનનગરમાં રહેતા હામીદાબેન સલેમાનભાઈ ત્રાયા (૩૫) નામની મહિલાએ પોતાના ઘરે ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના આર.એમ. ગરચર દ્વારા કરવામાં આવેલ છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક મહિલાના ૧૫ વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા અને તે તેના માવતરના ઘરે રહેતી હતી દરમિયાન માનસિક બીમારીથી કંટાળીને તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે

એક બોટલ દારૂ

વાંકાનેરના નવાપરા જીઆઇડીસીમાંથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈક નંબર જીજે ૩ ઇજે ૫૯૬૨ ને રોકીને બાઈક ઉપર જઈ રહેલા બે શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ તથા ૨૦૦૦૦ ની કિંમતનું બાઇક આમ કુલ મળીને ૨૦૩૭૫ ના મુદ્દામાલ સાથે અશોકભાઈ ભરતભાઈ ગોરીયા જાતે કોળી (૨૧) રહે. પંચાસર રોડ મહાદેવના મંદિરની બાજુમાં વાંકાનેર તથા બાબુ ઉર્ફે જુગો પ્રેમજીભાઈ નગવાડીયા જાતે કોળી (૨૪) રહે. નવાપરા ખડી વિસ્તાર વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે






Latest News