મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે ડબલ સવારી બાઇક બાઇકને બોલેરાના ચાલકે હડફેટે ઇજા પામેલ દંપતી સારવારમાં


SHARE











મોરબીના રાજપર રોડે ડબલ સવારી બાઇક બાઇકને બોલેરાના ચાલકે હડફેટે ઇજા પામેલ દંપતી સારવારમાં

મોરબીના રાજપર રોડ ઉપરથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે બોલેરોના ચાલકે તે બાઈકને હડફેટે લીધું હતુ જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલ દંપતી રસ્તા ઉપર નીચે પછડાતા તે બંનેને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્તોને સારવારમાં લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાની બોલેરો ગાડી મૂકીને નાસી ગયો હતો જેથી કરીને સારવાર લીધા બાદ વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીમાં જીજાબા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૨૦૨ માં રહેતા વીરજીભાઈ વશરામભાઈ જીવાણી જાતે પટેલ (૬૦) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડી નંબર જીજે ૧૨ એટી ૪૮૬૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના પત્ની ગીતાબેન સાથે પોતાના બાઈક નંબર જીજે ૩૬ એન ૭૫૬૦ ઉપર મોરબીથી રાજપર તરફ જઈ રહ્યા હતા ત્યારે શક્તિ કોલ્ડ સ્ટોરેજની સામેથી તેઓ બોલેરો ગાડીનો ઓવરટેક મારતા હતા તે સમયે અચાનક જ બોલેરો ગાડીના ચાલકે પોતાનું વાહન વાળી દેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને બાઈક ઉપર જઈ રહેલા વીરજીભાઈ જીવાણી તથા તેના પત્ની ગીતાબેન જીવાણીને હાથે પગે ઇજાઓ થયો હોવાથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને બોલેરો ગાડીનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી હાલમાં સારવાર લીધા બાદ વીરજીભાઈ વશરામભાઈ જીવાણીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે થઇને તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે.ખડીયા ચલાવી રહ્યા છે.

એક બોટલ દારૂ

મોરબીમાં મચ્છીપીઠમાંથી પોલીસે દારૂની એક બોટલ સાથે તોફિક કરીમ ખોખર જાતે પીંજારા (૨૯) રહે. મચ્છી પીઠ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને ત્યારે તોફિકની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર પણ મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પૂછપરછ કરીને તે બાળ કિશોરને તેના વાલીને હવાલે કરી દીધો હતો હાલમાં પોલીસે દારૂની ૩૦૦ રૂપિયાની કિંમતની દારૂની એક બોટલ સાથે તોફિક કરીમ ખોખર નામના શખ્સની ધરપકડ કરી તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

બિયારનું એક ટીન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડ નગરમાં લક્ષ્મીનારાયણ સોસાયટીની પાછળ મફતપરામાંથી બિયરના એક ટીન સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે સો રૂપિયાની કિંમતના બીયરના ટીન સાથે મેહબૂબભાઈ ઉર્ફ મેબલો સુલેમાનભાઈ સુમરા (૩૦) રહે. નવલખી રોડ રણછોડનગર પાસે લક્ષ્મીનારાયણ સોસાયટીની પાછળ મફતપરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News