મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજાવડલા ગામે શંકાવહેમ રાખીને વૃદ્ધ ઉપર કુહાડી, ધાર્યું, લાકડી અને પાઇપ વડે સાત શખ્સોએ કર્યો હુમલો


SHARE









વાંકાનેરના રાજાવડલા ગામે શંકાવહેમ રાખીને વૃદ્ધ ઉપર કુહાડી, ધાર્યું, લાકડી અને પાઇપ વડે સાત શખ્સોએ કર્યો હુમલો

વાંકાનેર નજીક આવેલ રાજાવડલાની સીમમાં પોતાની વાડીએ રહેલા વૃદ્ધ ઉપર શંકાવહેમ રાખીને સાત શખ્સો દ્વારા કુહાડી, ધાર્યું, લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો અને ત્યારે તેને માથામાં તેમજ શરીરે આડેધડ મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ નવા રાજાવડલા ગામે ભરવાડ વાસમાં રહેતા ગાંડુભાઈ દેવશીભાઈ ગમારા જાતે ભરવાડ (૭૪)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે લાલો ઉર્ફે લાખો સામતભાઈ ગમારા, વાલો સામતભાઈ ગમારા, રવિ સામતભાઈ ગમારા, પરબતભાઈ નારણભાઈ ગમારા, લાલો નારણભાઈ ગમારા, વિજય ઉર્ફે હેરી કમલેશભાઈ ગમારા અને વિપુલ લક્ષ્મણભાઈ ઉર્ફે હકાભાઇ ટોળીયા રહે. બધા રાજાવડલા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, રાજાવડલા ગામની સીમમાં તેઓ પોતાની વાડીએ હતા ત્યારે લાલો ઉર્ફે લાખો સામતભાઈ ગમારા સહિતના શખ્સો ત્યાં આવ્યા હતા અને રામપરાવીડીમાં અવારનવાર તેઓના વાહનો પકડાતા હોવાથી ફરિયાદી વૃદ્ધ ઉપર શંકાવહેમ રાખીને તેની સાથે ઝઘડો કરીને તેને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ લાલો ઉર્ફે લાખો ગમારાના હાથમાં રહેલ કુહાડી વડે ફરિયાદીને માથામાં માર મારવામાં આવ્યો હતો અને વાલો ગમારાએ ધાર્યું માથામાં માર્યું હતું અને અન્ય શખ્સોએ લાકડી તેમજ પાઇપ વડે શરીર ઉપર આડેધડ ઘા માર્યા હતા અને ઇજાઓ કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે અર્ધબેભાન હાલતમાં દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સાત શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News