મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદની મેરૂપર શાળામાં ભવ્યાતિભવ્ય રંગ-તરંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


SHARE







હળવદની મેરૂપર શાળામાં ભવ્યાતિભવ્ય રંગ-તરંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લાના હળવદમાં આવેલ મેરુપર પે સેન્ટર શાળા દ્વારા વાર્ષિકોત્સવ કાર્યક્રમ "રંગ તરંગ" ની શાનદાર ઉજવણી કરવામા આવી હતી ત્યારે ગુજરાતની અસ્મિતા અને ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા લોકનૃત્યોઈતિહાસની ઝાંખી કરાવતી નૃત્ય નાટિકાસ્વચ્છ ભારત અભિયાનને ઉજાગર કરતું નાટકવિવધ રીમીક્ષ સોંગની વિવિધતાસભર પ્રસ્તુતિ કરવામા આવી હતી અને વેકેશન હોવા છતા ૧૭૦ જેટલા  વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમા ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ડો. પ્રતાપસિંહ સોલંકી કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ અને ડાયરેક્ટર  ઓફ આયુષ ગૃપ ઓફ હોસ્પિટલ દ્વારા તેમના સ્વ.માતૃશ્રી સજ્જનબેન ભુપતસિંહ સોલંકીની સ્મૃતિમા ૪૧,૦૦૦ નું અનુદાન આપવામાં આવ્યું હતું તો ગ્રામ પંચાયત તરફથી ૧૦,૦૦૦ રુપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ડીડીઓ દિગ્વિજયસિંહ જાડેજા હાજર રહ્યા હતા તેની સાથે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રાજિલ્લા  પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારિયાજિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દિનેશભાઈ વડસોલા, ટીડીઓ મેહુલકુમાર સિંધવમોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયાજિલ્લા મુખ્ય શિક્ષક સંઘના મહામંત્રી મુકેશભાઈ મારવણિયા, ગામના સરપંચ રાજુભાઈ ખેરઉપસરપંચ વિરમભાઈ સોલંકીદૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ વિરમભા ખેરખેડૂત સહકારી મંડળીના પ્રમુખ વાલજીભાઈ પટેલ એસ.એમ.સી અધ્યક્ષ તથા બહોળી સંખ્યામા ગ્રામજનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન રવિન્દ્રભાઈ માકાસણા, ચેતનકુમાર વરમોરારાજુભાઈ ગોહિલ અને ધર્મેન્દ્ર ભુંભરિયાએ કર્યું હતું






Latest News