મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ધો. ૧૨ સાયન્સમાં નિર્મલ સ્કૂલના બે-નવયુગ સ્કૂલના એક વિદ્યાર્થીએ મેળવ્યો એ-વન ગ્રેડ


SHARE











મોરબી જિલ્લામાં ધો. ૧૨ સાયન્સમાં નિર્મલ સ્કૂલના બે-નવયુગ સ્કૂલના એક વિદ્યાર્થીએ મેળવ્યો એ-વન ગ્રેડ

ગઇકાલે ધો. ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લો સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને આવ્યો છે ત્યારે મોરબી જિલ્લાના ત્રણ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. જેમાં નિર્મલ સ્કૂલના બે વિદ્યાર્થી અને નવયુગ સ્કૂલના એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે

મોરબીના આંદરણા ગામે રહેતા અને ખેતી કામ કરતાં દેસાઈ અજીતભાઈનો દીકરો દેસાઇ જય અજીતભાઈ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નિર્મલ સ્કૂલમાં ધો. ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને પરિવારે દીકરો સાયન્સમાં સારું પરિણામ મેળવી શકે તેના માટેની તમામ વ્યવસ્થા કરી આપી હતી જેના ફળ સ્વરૂપે દેસાઈ જયએ ધો.૧૨ સાયન્સમાં ૬૫૦ માંથી ૫૯૧ માર્ક્સ મેળવીને ૯૦.૯૨ ટકા અને ૯૯.૯૯ પીઆર તેમજ ગુજકેટમાં ૧૨૦ માંથી ૧૧૩.૭૫ માર્ક્સ સાથે કુલ ૯૯.૮૯  પીઆર મેળવીને ઉચ્ચતમ પરિણામ મેળવ્યું છે. ત્યારે હવે નિટમાં સારા માર્કસ આવે તો તેને ડોક્ટર બનવાની ઈચ્છા છે આ ઝળહળતા પરિણામ માટે જયને શાળાના શિક્ષકો સહિતનાઓ તરફથી ખૂબ જ સારો સહકાર મળ્યો હતો અને ધાર્યું પરિણામ મેળવવું હોય તો છેલ્લા દિવસમાં મહેનત કરવાના બદલે આખા વર્ષ દરમ્યાન આયોજન પૂર્વક મહેનત કરવી પડે તો ધાર્યું પરિણામ મેળવી શકાય છે  તેવી જ રીતે મોરબીમાં ફેકટરીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતાં દેત્રોજા અરવિંદભાઈની દીકરી દેત્રોજા એશા અરવિંદભાઈ નિર્મલ સ્કૂલમાં ભણતી હતી અને તેને ધો.૧૨ સાયન્સમાં ૬૫૦ માંથી ૫૫૧ માર્ક્સ સાથે ૯૦.૯૨ ટકા અને ૯૯.૯૮ પીઆર અને ગુજકેટમાં ૧૧૭.૫ માર્ક્સ સાથે એ-વન ગ્રેડ મેળવ્યો છે. જેથી કરીને તેને પણ નિટમાં સારા માર્કસ આવે તો તેને પણ ડોક્ટર થવું છે અને તેને આ સફળતા માટે કહ્યું હતું કે, દરરોજ શાળા જે ભણાવવામાં આવે તેના ઉપરાંત તે ઘરે દરરોજ પાંચ કલાક અભ્યાસ કરતી હતી અને ખાસ કરીને તે પાઠ્ય પુસ્તકનો અભ્યાસ માટે વધુ ઉપયોગ કરતી હતી

નવયુગ વિદ્યાલય

મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગર રહેતા અને સીરામીક કારખાનામાં નોકરી કરતાં અલ્પેશભાઇ અઘેરાનો દીકરો અઘેરા હિત અલ્પેશભાઈ ધો.૧૨ સાયન્સમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો અને તેને પરીક્ષામાં ૬૫૦ માંથી ૫૯૭ માર્ક્સ સાથે ૯૧.૮૪ ટકા અને ૯૯.૯૮ પીઆર સાથે એ-વન ગ્રેડ મેળવ્યો છે. અને તેને બાયોલોજીમાં ૯૬ માર્ક્સ તેમજ ગુજકેટમાં ૧૧૫ માર્ક્સ આવ્યા છે. વધુમાં તેને જણાવ્યુ હતું કે, તેની આ સફળતા નવયુગના શિક્ષકો તરફથી મળતા સતત માર્ગદર્શનને આભારી છે અને તે દરરોજ આઠ કલાકથી વધુ અભ્યાસ કરતો હતો અત્રે ઉલેખનીય છે કે, હિતે યોગોમાં ત્રણ વખત જિલ્લામાં નંબર મેળવ્યો છે. અને એનસીસીમાં બે મેડલ મેળવ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં નિટની પરીક્ષા આપીને તેને પણ ડોક્ટર બનવું છે






Latest News