મોરબીના ખાખરાળાનું ખમીર: ડાંગર કુળની અમર શૌર્યગાથા અને ભવ્ય સુરપુરા ધામ પાળીયાનો પ્રતિમા પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હળવદના સુંદરગઢ ગામે આવેલ પેટ્રોલ પંપે ડીઝલ લેવા ખેડૂતોએ કેરબાની લાઈનો લગાવી મોરબી :પુરુષોત્તમ માસ સ્પેશ્યિલ બાળકો માટે ઓનલાઇન કેમ્પ તદ્દન ફ્રી, બાળકના હૃદયને કૃષ્ણના પ્રેમ અને જ્ઞાનથી ખીલવા દો નીટનું પેપર ફૂટવા મુદે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ-યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન મોરબીમાં ત્રણ રેડમાં દારૂની નવ બોટલ ઝડપાઇ, 200 લિટર દારૂ સાથે 3 પકડાયા: માળિયામાંથી 800 લિટર આથો ઝડપાયો વાંકાનેરના દલડી ગામ પાસે અગાઉની બોલાચાલીનો ખાર રાખીને આધેડને બે શખ્સોએ લાકડાના ધોકાથી માર માર્યો મોરબીના બેલા ગામ પાસે સીરામીક કારખાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રસંગમાં ગયેલા પરિવારના બંગલામાંથી સોનાના દાગીના-રોકડા મળી ચોરી થઈ ૭૫ લાખની ! અને ફરિયાદમાં માત્ર ૨૫.૩૨ લાખ!


SHARE











મોરબીમાં પ્રસંગમાં ગયેલા પરિવારના બંગલામાંથી સોનાના દાગીના-રોકડા મળી ચોરી થઈ ૭૫ લાખની ! અને ફરિયાદમાં માત્ર ૨૫.૩૨ લાખ!

મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં રહેતો પરિવાર રાજકોટમાં પ્રસંગ હોવાથી ત્યાં ગયો હતો અને તેઓનું ઘર બંધ હતું દરમિયાન તેના ઘરમાંથી ૧૧૦૦ ગ્રામ સોનાના દાગીના તથા રોકડા ૧૫ લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને ભોગ બનેલા પરિવાર દ્વારા આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસ સ્ટેશનના પીઆઇ, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના પહોંચ્યો હતો અને ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજ મેળવવાની અને આસપાસના વિસ્તારમાં ચોકીદારી કરતાં નેપાળીઓને પોલીસે પૂછપરછ માટે ઉઠાવી લીધા હતા અને હાલમાં આ બનાવ સંદર્ભે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે સ્ટેશને ચોરીની જે ફરિયાદ નોંધાયેલ છે તેમાં માત્ર ૨૫.૩૨ લાખનો મુદામાલ દર્શાવવામાં આવ્યો છે જેથી કરીને ભોગ બનેલા વેપારી ગઇકાલે ખોટું બોલતા હતા ?, ફરિયાદમાં ખોટી માહિતી આપી છે ? કે પછી પોલીસ પૂરી ફરિયાદ લીધેલ નથી તે તપાસનો વિષય છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કાયાજી પ્લોટમાં નગરપાલિકાના કોમ્યુનિટી હોલની બાજુમાં રહેતા હિમાંશુભાઈ ચંદ્રકાંન્તભાઇ ચંડીભમ્મરના મકાનમાં ચોરી કરવામાં આવી હતી જે અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વેપારીના ઘરમાંથી રોકડા રૂપિયા ૧૫ લાખ તથા ૧૧૦૦ ગ્રામ સોનાના દાગીના ચોરી થયેલ છે તેવું ભાગ બનેલા વેપારીએ પત્રકારોને અને પોલીસને માહિતી આપતા જણાવ્યુ હતુ અને વધુમાં કહ્યું હતું કે, રાજકોટમાં લગ્ન પ્રસંગ હોવાથી તેનો પરિવાર ત્યાં જવા માટે નીકળ્યો હતો અને ત્યારે તેઓ પહેરવા માટે કાઢેલા સોનાના દાગીના ઘરે ભૂલી ગયા હતા દરમ્યાન તેના ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી થયેલ હતી જો કે, ચોરીની ઘટના બની ત્યારથી તેઓને ત્યાં કામ કરતો બહાદુર અને તેની પત્ની હાજર ન હોવાથી તે પહેલાથી જ શંકાના દાયરામાં હતા અને પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા માટેની તજવીજ કરી હતી અને મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં ચોકીદાર તરીકે કામ કરતાં ઘણા નેપાળીઓને પૂછપરછ માટે પોલીસ મથકે લઈને આવ્યા હતા અને ચોરીના આ ગુનામાં આરોપીને પકડવા માટે એલસીબી, સ્થાનિક પોલીસ વિગેરેની જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે

પરંતુ ભોગ બનેલા વેપારી પહેલા ખોટું બોલતા હતા કે પછી હાલમાં ખોટું બોલી રહ્યા છે તે તપાસનો વિષય છે કેમ કે, જયારે ચોરીની ઘટના બની હોવાની પોલીસ અને પત્રકારોના જાણ થયેલ હતી ત્યારે તેના ઘરે પોલીસ અને પત્રકારો પહોચ્યા હતા અને પોલીસને ચોરી અંગેની માહિતી આપી દીધા પછી પત્રકારોએ વેપારી હિમાંશુભાઈ ચંદ્રકાંન્તભાઇ ચંડીભમ્મર નિવેદન લીધેલ હતું જેમાં તેને ઘરમાંથી રોકડા રૂપિયા ૧૫ લાખ તથા ૧૧૦૦ ગ્રામ સોનાના દાગીના ચોરી થયેલ છે તેવું કહ્યું હતું જો કે, હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના બંગલાના ચોકીદાર સદે બહાદુર વિશ્વકર્મા અને તેની પત્ની બિંદુ સદે બહાદુર વિશ્વકર્મા રહે. બંને માલકોટ જીલ્લો કાલીકટ દેશ નેપાળ વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના મકાનના દરવાજાના તાળા તોડી મકાનમા પ્રવેશ કરીને રૂમમા કબાટમા રાખેલ સોનાના દાગીના તોલા ૫૧.૫ ગ્રામ જેની કિંમત ૧૦,૦૫,૦૦૦, ચાંદીના દાગીના જેની કિંમત ૧૬,૫૦૦ તથા રોકડ ૧૫,૧૧,૦૦૦ આમ કુલ મળીને ૨૫,૩૨,૫૦૦ ના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે જો કે, ગઇકાલે જે વેપારી તેના ઘરમાંથી અંદાજે ૭૫ લાખથી વધુના મુદામાલની ચોરી કરવામાં આવી હોવાનું કહેતા હતા તેને અચાનક ૨૫.૩૫ લાખના મુદામાલની ચોરીની ફરિયાદ શા માટે નોંધાવી અથવા તો કયા કારણોસર ચોરીની ઘટનામાં મુદામાલનો આંકડો ઘટી ગયો અથવા તો ઘટાડીને લેવામાં આવ્યો છે તે સૌથી મોટો સવાલ છે






Latest News