મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રસંગમાં ગયેલા પરિવારના બંગલામાંથી સોનાના દાગીના-રોકડા મળીને ૭૫ લાખથી વધુના મુદામાલની ચોરી


SHARE







મોરબીમાં પ્રસંગમાં ગયેલા પરિવારના બંગલામાંથી સોનાના દાગીના-રોકડા મળીને ૭૫ લાખથી વધુના મુદામાલની ચોરી

મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં રહેતો પરિવાર રાજકોટમાં પ્રસંગ હોવાથી ત્યાં ગયો હતો અને તેઓનું ઘર બંધ હતું દરમિયાન તેના ઘરમાંથી ૧૧૦૦ ગ્રામ સોનાના દાગીના તથા રોકડા ૧૫ લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા પરિવાર દ્વારા આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસ સ્ટેશનના પીઆઇ, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના પહોંચ્યો હતો અને ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા માટે હાલમાં સીસીટીવી ફૂટેજ મેળવવા માટેની કામગીરી ચાલી રહી છે અને આરોપી સુધી પહોંચવા માટેના પ્રયત્નો પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કાયાજી પ્લોટમાં નગરપાલિકાના કોમ્યુનિટી હોલની બાજુમાં રહેતા હિમાંશુભાઈ ચંડીભમ્મરના મકાનને તસ્કર દ્વારા નિશાન બનાવવા આવ્યું છે અને તેના ઘરમાંથી રોકડા રૂપિયા ૧૫ લાખ તથા ૧૧૦૦ ગ્રામ સોનાના દાગીના ચોરી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા પરિવાર દ્વારા આ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે હિમાંશુભાઈ ચંડીભમ્મરનો પરિવાર રાજકોટમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં જવા માટે નીકળ્યો હતો અને ત્યારે તેઓ સોનાના દાગીના ઘરે ભૂલી ગયા હતા દરમ્યાન તસ્કર દ્વારા તેના ઘરને નિશાન બનાવવામાં આવતા તેના ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી થયેલ છે અને ચોરીની ઘટના બની ત્યારથી તેઓને ત્યાં કામ કરતો બહાદુર અને તેની પત્ની હાજર ન હોવાથી હાલમાં તે પણ શંકાના દાયરામાં છે અને પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે અને આરોપીને પકડવા માટે એલસીબી, સ્થાનિક પોલીસ વિગેરેની જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News