મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાંથી દારૂ-બીયર સાથે બે શખ્સ ઝડપાયા


SHARE







મોરબી શહેર-તાલુકામાંથી દારૂ-બીયર સાથે બે શખ્સ ઝડપાયા

મોરબીના વીસીપરામાંથી બિયરના ૧૦ ટીન સાથે એક આરોપીને પોલીસે પકડયો છે અને જાંબુડિયા ગામ પાસેથી એક બોટલ દારૂ સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે આ બંને શખ્સોની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વીસીપરામાં આવેલ અમરેલી રોડ ઉપરથી બાઈક ઉપર વજનદાર પ્લાસ્ટિકનો કોથળો બાંધીને એક શખ્સ જઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી બિયરના ૧૦ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે આરોપી રણજીભાઈ બળદેવભાઈ સરવૈયા જાતે કોળી (૨૩) રહે, ૭-જોન્સનગર મૂળ નિરુબેનનગર માળીયા વાળાની ૧૦૦૦ ના બીયર તેમજ ૩૦૦૦૦ ની કિંમતનું બાઇક નંબર જીજે ૩૬ એબી ૭૦૩૦ આમ કુલ મળીને ૩૧ હજારના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે અને આ ગુનાની આગળની તપાસ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા ચલાવી રહ્યા છે.

એક બોટલ દારૂ
મોરબીના જાંબુડિયા નજીક આવેલ જીલાની હોટલ પાછળથી દારૂની એક બોટલ સાથે આરોપી સિયારામ પાંચારામ ચૌધરી (૩૫) ધંધો ડ્રાઇવિંગ રહે. બડગાવ તાલુકો મેડતા રાજસ્થાન વાળની ધરપકડ કરેલ છે અને પોલીસે તેની પાસેથી ૪૦૦ રૂપિયાની કિંમતની દારૂની એક બોટલ કબજે કરેલ છે અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.






Latest News