મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ખભો અથડાતાં યુવાનને છરીના પાંચ ઘા ઝીકવાના ગુનામાં ત્રણ પૈકીના બે આરોપીની ધરપકડ 


SHARE







મોરબીમાં ખભો અથડાતાં યુવાનને છરીના પાંચ ઘા ઝીકવાના ગુનામાં ત્રણ પૈકીના બે આરોપીની ધરપકડ 

મોરબીના નાનીવાવડી નજીક આવેલ દેવ ફન વર્લ્ડમાં ચાલીને જતા સમયે યુવાનનો ખભો અથડાયો હતો જે વાતમાં યુવાનને ચારથી પાંચ જેટલા છરીના ઘા ઝીકિ દીધા હતા જેથી યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને બાદમાં તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના નવાગામ ખાતે રહેતા રમજાનભાઈ મુરાદભાઈ કટિયા જાતે મિયાણા (૨૧) એ માળીયા મીયાણા ખાતે રહેતા ઈરફાન સંધવાણી અને તેની સાથે રહેલા શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને યુવાને ફરિયાદમાં લખાવ્યું હતું કેરમજાન ઈદનો તહેવાર હોવાથી તે મોરબી નજીકના નાની વાવડી પાસે આવેલ દેવ ફન વર્લ્ડ ખાતે ફરવા માટે આવ્યો હતો ત્યારે બહાર નીકળતો હતો તે સમયે આરોપી ઈરફાન સંધવાણી સાથે ખંભો અથડાતાં તેને ઇરફાન સંધવાણીએ ગાળો આપી હતી ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા ઇરફાન સંધવાણીએ પોતાની પાસે રહેલ છરી વડે તેને ખભાના ભાગે છરીનો એક ઘા મારી નીચે પાડી દીધો હતો અને તેની સાથે રહેલા બે શખ્સોએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ બે શખ્સોએ તેને પકડી રાખતા આરોપી ઈરફાન સંધવાણીએ પેટ અને પીઠના ભાગે વધુ ચાર છરીના ઘા માર્યા હતા જેથી ઈજા પામેલા યુવાનને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન. સગારકા અને રાઇટર વિજયભાઈ સવસેટા દ્વારા આરોપી ઈરફાન સબબીરભાઈ સંધવાણી જાતે મિયાણા (૨૧) રહે. માળીયા અને સમીર અબ્રાહમ કટિયા (૨૮) રહે. સાંજરી પાન સામે માળીયા વાળાની ધરપકડ કરેલ છે






Latest News