મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર સિટી સ્ટેશન રોડે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા સાત જુગારી પકડાયા


SHARE







વાંકાનેર સિટી સ્ટેશન રોડે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા સાત જુગારી પકડાયા

વાંકાનેર સીટી સ્ટેશન રોડ ઉપર જાહેરમાં સ્ટીક લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે જુગારની રેડ કરતા સાત જુગારી કુલ ૧૨,૩૩૦ ની રોકડ સાથે પકડાયા હતા.

મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્ટેશન રોડે રેડ કરતા ત્યાંથી જુગાર રમતા કાસમભાઈ સલીમભાઈ બસેર, જુમાભાઈ સલમાનભાઈ ભટ્ટી, અસ્લમભાઈ સેરમહંમદભાઈ બ્લોચ, સલીમભાઈ દાઉદભાઈ ઘાંચી, અલીઅસગર ઓસમાનભાઈ  શેખ, મામદભાઈ ઉંમરભાઈ રફાય અને ઈકબાલભાઈ ઈસ્માઈલભાઈ શેખ મળી આવેલ હતા જેથી પોલીસે રોકડા રૂપિયા કુલ ૧૨,૩૩૦ મુદ્દામાલ કબજે કરીને જુગાર ધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.






Latest News