મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ જોગ આશ્રમમાં રામાયણ, સુંદરકાંડ, અખંડ ધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન


SHARE







ટંકારાના લજાઈ જોગ આશ્રમમાં રામાયણ, સુંદરકાંડ, અખંડ ધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

ટંકારા તાલુકાના લજાઈ ગામમાં આવેલા જોગ આશ્રમ ખાતે તા. ૧/૫ ને સોમવારે ધ્યાનશંકર મુક્તિ નારાયણ જોગ બાપુની ૪૬મી સમાધી તિથી નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

સૈકાઓથી જપ-તપની ધરા રહેલી અને અનેકોનેક ઈતિહાસને સાચવીને બેઠેલી આદી અનાદિ પુર્વેની ઢંકપુર નગરી જ્યાં ચોંકાવનારી ચમત્કારિક ૪૬ જોગણીની ધટના બાદ લજાઈ ગામથી ખ્યાતનામ બનેલી જગ્યાએ હાલ જોગ આશ્રમ આવેલ છે. જ્યાં પરમ પૂજ્ય અને મોરબીવાસીના શ્રદ્ધેય સંત તરીકે સ્થાન પામેલ ૧૦૦૮ ધ્યાનશંકર મુક્તિ નારાયણ બાપુ (જોગ બાપુ) અહી એકાદ દશકા તપસ્યા કરી સ્થાનને પાવન કરી ગયા હતાં

 

જેમની સમાધી તિથિ તા.૧/૫ ને સોમવારે જોગ આશ્રમ લજાઈ ખાતે નવનિર્માણ સમિતિ દ્વારા ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેકવિધી કાર્યક્રમ જેવા કે, મહાત્માનું ધ્યાનધરી પુજન અર્ચન આરતી તેમજ નકલંકધામ મંડળ-બગથરા દ્વારા સંપુટ ધૂન સંપુટ રામાયણ, રામાયણ અને સુંદરકાંડ, વીરપર મંડળ દ્વારા અખંડ ધૂન અને સાંજે ૬ કલાકે મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

જોગબાપુ ગુરૂદેવ મોરબી મચ્છુ-૨ ડેમનુ નવ નિર્માણ કાર્ય ૧૯૬૫ મા સર્વ શરૂ થતા સેવકગણની વિનંતીથી લજાઈ આવ્યા હતા અહીં ૧૨ વર્ષ એટલે કે, ૧૯૭૭ સુધી રોકાયા અને કરૂણાનિધિ એ સમાધી સ્થાન માટે પાચાણભુમીની પસંદગી કરતા લજાઈથી એક વર્ષ થાન આશ્રમમાં રોકાયા બાદ ૧૯૭૮ માં નશ્વર દેહ ત્યાગવાનુ નક્કી કરી અહી થાનગઢ ખાતે સમાધી લીધી હતી જેને ૪૬ વર્ષ પુર્ણ થવાના છે ત્યારે આ નિર્માણ તિથી નિમિત્તે પુજ્ય ગુરુદેવના આર્શીવાદ, ધર્મલાભ તેમજ સત્સંગ અને સંપૂટ રામાયણનો લાભ લેવા નવનિર્માણ સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવ્યું છે.






Latest News