મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બેંક-એટીએમ, શોપીંગ મોલમાં સિક્યુરીટી મેન-સીસીટીવી મૂકવા જાહેરનામું


SHARE







મોરબી જીલ્લામાં બેંક-એટીએમશોપીંગ મોલમાં સિક્યુરીટી મેન-સીસીટીવી મૂકવા જાહેરનામું

મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકોતમામ એ.ટી.એમ. સેન્ટરોસોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલમલ્ટીપ્લેક્ષ થીએટરએલ.પી.જી. તથા પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશ દ્વાર પર સિકયુરીટી મેન ફરજ પર નિયુકત કરવા તેમજ સીસીટીવી લગાવવા અંગે નિવાસી અધિક કલેક્ટર એન.કે.મુછાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર બેંકોતમામ એ.ટી.એમ. સેન્ટરોસોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલમલ્ટીપ્લેક્ષ થીએટરએલ.પી.જી. તથા પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપો ડેપોના પ્રવેશ દ્વાર પર સિકયુરીટી મેન ફરજ પર નિયુકત કરવા તેમજ પ્રવેશ દ્વાર પર તથા બહાર નીકળવાના દ્વારે રોડ પરથી પ્રવેશ કરનાર અને બહાર નીકળનારના રોડ સુધીના રેકોર્ડીંગ પ્રાપ્ત થઈ શકે તે રીતે રીસેપ્શન કાઉન્ટરલોબીબેઝમેન્ટ,પાર્કિંગની જગ્યાઓ તથા જાહેર પ્રજા માટે જયાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓ આવરી લેવામાં આવે તેટલી સંખ્યામાં સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે.

હાઈવે પર આવેલ તમામ પેટ્રોલ પંપના ફીલીંગ સ્ટેશન પર તથા પેટ્રોલ પંપની આજુબાજુમાં આવેલ દુકાનો પર ગાડીના નંબર અને ગાડીના ડ્રાઈવર તથા ડ્રાઈવરની બાજુમાં બેસેલ વ્યકિતનું રેર્કોડીંગ થઈ શકે તે રીતે હાઈડેફીનેશનવાળા નાઈટ વિઝન ધરાવતા સી.સી.ટી.વી. કેમેરા રાખવાના રહેશે. તમામ હોટલના ભોજનકક્ષ અને હોટલની આજુબાજુમાં આવેલ દુકાનો પર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ભોજનકક્ષમાં બેઠેલ વ્યકિતનું રેર્કોડીંગ થઈ શકે તેમજ હોટલમાં આવતી-જતી તમામ વ્યકિતઓનું રેર્કોડીંગ થઈ શકે તે રીતે હાઈડેફીનેશનવાળા નાઈટ વિઝન ધરાવતા સી.સી. ટી.વી. કેમેરા રાખવાના રહેશે.

મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ દરેક હોટલસિનેમાહોલમોટા મંદિરોસાયબર કાફેમાં સારી કવોલીટીના સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. સી.સી.ટી.વી. કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રહે તે જોવાની જવાબદારી માલીકો/વહીવટકર્તાઓની રહેશે. સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા તમામ એકમોએ આ જાહેરનામાં પ્રસિધ્ધિની તારીખથી દિન-૧૦ માં-ઉભી કરવાની પણ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. ઉપરાંત નવા શરૂ થતાં એકમોએ ઉપરોક્ત વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે. આ જાહેરનામુ  અમલ તા.૨૫/૫/૨૦૨૩ સુધી અમલી રહેશે.






Latest News