મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની જેલમાં બેઠા આરોપીએ ફોન ઉપર આધેડ પાસે બે લાખની ખંડણી માંગવાના ગુનામાં એક આરોપીની ધરપકડ


SHARE







મોરબીની જેલમાં બેઠા આરોપીએ ફોન ઉપર આધેડ પાસે બે લાખની ખંડણી માંગવાના ગુનામાં એક આરોપીની ધરપકડ

મોરબીના વીસીપરામાં થયેલ ડબલ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપી હાલમાં મોરબીની જેલમાં છે ત્યારે જેલમાં બેઠા આરોપીએ તેના ભાઈના ફોનમાં ફોન કરીને વીસીપરામાં રમેશ કોટન મિલ પાસે રહેતા અને સતવારા આધેડને ફોન ઉપર ધમકી આપી "રૂપિયા બે લાખ આપી દેજે નહિંતર પેરોલ ઉપર છુટીશ ત્યારે સારા વાના નહીં રહે જાન મારી નાખીશ." તેવી ધમકી આપી હતી જેથી કરીને આધડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જેલમાં રહેલા આરોપી અને તેના ભાઈની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ફોન લઈને આધેડ પાસે ગયેલા શખ્સની પોલીસે ધરપકડ કરીને તેનો મોબાઈલ ફોન તેમજ સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસે કબજે કર્યા હોવાનું જાણવા મળેલ છે

 

ગઇકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વીસીપરામાં રમેશ કોટર મીલ પાસે રહેતા અને લાકડાનો ધંધો કરતા હરગોવિંદભાઈ દયારામભાઇ ચૌહાણ જાતે સતવારા (૬૨)એ અલ્લારખા તાજમામદ જેડા અને જેલમાં બંધ તેના ભાઈ ડાડો તાજમામદ જેડા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના ડેલે અલ્લારખા તાજમામદ જેડા ચાલુ ફોન લઈને આવ્યો હતો અને તેના ફોનમાં જેલમાં બેઠેલ ડાડો તાજમામદ જેડાએ તેની સાથે વાત કરી હતી ને બેફામ ગાળો આપી હતી અને ત્યાર બાદ રૂપિયા બે લાખની ફરિયાદી પાસે ખંડણી માગી હતી અને જો પૈસા નહીં આપે તો પેરોલ ઉપર છૂટ્યા બાદ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી હરગોવિંદભાઈ ચૌહાણની ફરિયાદ લઈને પોલીસે આઇપીસી કલમ ૩૮૪૩૮૭૫૦૪૫૦૬(૨) અને ૧૧૪ હેઠળ અલ્લારખા તાજમામદ જેડા અને ડાડો તાજમામદ જેડા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં પોલીસે ફરિયાદીના ડેલે ફોન લઈને ગયેલા આરોપી અલ્લારખા તાજમામદ જેડા (૨૪) રહે. માળીયા મિયાણા પોલીસ સ્ટેશન સામે વાળાની ખંડણી અને ધમકીના ગુનામાં ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કેફરિયાદ પાસે અગાઉ આરોપી ડાડો તાજમામદ જેડા બે થી ત્રણ વખત નાની નાની રકમ ધમકી આપીને ડબલ મર્ડર પહેલા લઈ ગયો હતો અને ત્યાર બાદ જેલમાં ગયા પછી અંદાજે છ મહિના પહેલા આવી જ રીતે ધમકી આપીને ખંડણી માંગી હતી ત્યારે પોલીસે પોલીસે અરજી કરીને કામગીરી પૂરી કરી હતી જો કેહાલમાં ફરિયાદ લેવામાં આવી છે પરંતુ ગુનેગારોને મોરબીમાં પોલીસે કે કાયદાનો કોઈ ડર નથી તે હક્કિત છે






Latest News