મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ બાદ બુટલેગરના ઘરેથી દારૂની બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ


SHARE







મોરબીમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ બાદ બુટલેગરના ઘરેથી દારૂની બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ

મોરબી તાલુકાના આમરણ પીપળીયા રોડ ઉપર નવા બનતા પુલિયા નજીક દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો, ગેસનો બાટલો, ગેસનો ચૂલો વગેરે મુદ્દામાલ મળી આવ્યો હતો જો કે, આરોપી હાજર ન હોવાથી પોલીસે આરોપીને પકડવા માટે તેના ઘરે રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી દારૂની પાંચ બોટલ મળી આવી હોય પોલીસે તે દારૂનો જથ્થો પણ કબજે કર્યો છે અને આરોપી ઘરે પણ હાજર ન હોવાથી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મોડપર ગામની સીમમાં આમરણ પીપળીયા રોડ ઉપર નવા બનતા પુલિયા પાસે વોકડામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં ચેકડેમ પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૦૦ લીટર આથો મળી આવ્યો હતો તેમજ ગેસનો બાટલો, ગેસનો ચૂલો, તપેલા વગેરે ભઠ્ઠીનો મુદ્દામાલ વળી આવતા પોલીસે ૨૫૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી અક્ષયભાઈ વિનુભાઈ સોલંકી જાતે દેવીપુજક રહે. મોડપર વાળાની હોવાનું સામે આવતા પોલીસે આરોપીને પકડવા માટે તેના ઘરે રેડ કરી હતી ત્યારે આરોપીના ઘરમાંથી વિદેશી દારૂની પાંચ બોટલો મળી આવી હોય પોલીસે ૧૫૦૦ રૂપિયાની દારૂની પાંચ બોટલ પણ કબજે કરી હતી અને આરોપી અક્ષય વિનુભાઈ સોલંકી ઘરે પણ હાજર ન હોવાથી પોલીસે તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News