મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા પાસે અકસ્માત બાદ પાણીના નાલામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











વાંકાનેરના કેરાળા પાસે અકસ્માત બાદ પાણીના નાલામાં ડૂબી જવાથી યુવાનનું મોત

વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર આવેલ કેરાળાના નાલા પાસેથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જણા કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને અકસ્માત મૃત્યુના આ બનાવની નોંધ કરી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ભોરણીયા શેરી પ્રતાપ રોડ ઉપર રહેતા ઈરફાનભાઈ યુનુસભાઈ હેરંજા જાતે પીંજારા મુસલમાન (૪૦) પોતાનું એકટીવા નંબર જીજે ૩ ઇકે ૦૦૭૪ લઈને વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઇવે રોડ ઉપર કેરાળા ગામના પાસે આવેલ નાલા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગત તા. ૧૮/૪ ના રાત્રિના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર એકટીવા સહિત ઈરફાનભાઈ હેરંજા નાલ નીચે પડ્યા હતા અને ત્યારે નાલા નીચે ભરેલા પાણીમાં ખાડામાં મોઢાનો ભાગ પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું આ બનાવની ગઈકાલે સ્થાનિક લોકોને જાણ થતાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ત્યાં આવી ગયેલ હતી અને કહોવાય ગયેલ હાલતમાં લાશ મળી આવી હોવાથી તેને પીએમ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે મૃતકના ભાઈ મુસ્તાકભાઈ યુનુસભાઈ હેરંજા (૪૫) રહે. ભોરણીયા શેરી પ્રતાપ રોડ વાંકાનેર વાળાએ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News