મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી : આગામી સમયમાં યોજાનાર માતૃશકિતના પ્રશિક્ષણ વર્ગ તથા દુર્ગાવાહિનીના પ્રશિક્ષણ વર્ગ જોડાવા આહવાન


SHARE







મોરબી : આગામી સમયમાં યોજાનાર માતૃશકિતના પ્રશિક્ષણ વર્ગ તથા દુર્ગાવાહિનીના પ્રશિક્ષણ વર્ગ જોડાવા આહવાન

વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ આયામ દ્વારા મોરબી શહેર કાર્યકર્તા બહેનોની બેઠક તા.૧૯-૪ ના રોજ સવારે ૧૦ વાગ્યે રાખવામાં આવી હતી.આગામી તા.૧૨-૫ સાંજે ૫ કલાકથી તા.૧૫-૫ બપોર સુધી માતૃશકિતના પ્રશિક્ષણ વર્ગ તથા તા.૧૦-૫ રાત્રીથી તા.૧૭-૫ સુધી દુર્ગાવાહિનીના પ્રશિક્ષણ વર્ગ યોજાવા જઈ રહ્યો છે તો તેમાં મોરબી જિલ્લામાંથી મોટી સંખ્યામાં માતૃશક્તિની બહેનો અને દુર્ગાવહિનીની દીકરીઓ જોડાય અને વર્ગમાં દૈનિક દિનચર્યા શું રહેશે તેના વિશેનું માર્ગદર્શન વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના માતૃશકિત સંયોજીકા પૂર્વીબેન શુકલ દ્વારા આપવામાં આવ્યું હતું.તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કામોનો ટુંકો અહેવાલ જયશ્રીબેન વાઘેલા દ્વારા આપવામાં આવ્યો હતો.

આ તકે જામનગર જિલ્લા સંયોજીકા-પ્રાંત કર્યકરણી હીનાબેન અગ્રાવત તેમજ જામનગર જિલ્લા સહ સંયોજીકા ભાવનાબેન મણિયાર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ૨૫ જેટલા મોરબી શહેર માતૃશક્તિ મહિલા વિભાગના કાર્યકર્તા બહેનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકનું આયોજન જયશ્રીબેન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.આગામી મે મહિનામાં યોજાનાર માતૃશક્તિ અને દુર્ગાવહિનીના વર્ગોમા મોરબી જિલ્લામાંથી જે બહેનો કે દીકરીઓને જવા માટે કે ત્યાં જવા માટેના રજિસ્ટ્રરેશન કરવા અને સંપૂર્ણ માહિતી માટે જયશ્રીબેન વાઘેલા મોબાઇલ નંબર ૭૦૧૬૭ ૦૭૦૨૦ ઉપર નામ નોંધાવવા માટે સંપર્ક કરવાનો રબેશે.રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તા.૫- છે તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News