મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સુપર માર્કેટમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરનારા સાત શખ્સોને પોલીસે રાઉન્ડઅપ કર્યા


SHARE











મોરબીના સુપર માર્કેટમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરનારા સાત શખ્સોને પોલીસે રાઉન્ડઅપ કર્યા

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાંથી પસાર થતી વિદ્યાર્થીનીઓની છેડતી કરતા શખ્સોનો વિડીયો ગઈકાલ સાંજથી મોરબીના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેથી કરીને તાત્કાલિક પોલીસ દોડતી થઈ હતી અને આ ઘટનામાં સીસીટીવીમાં દેખાતા શખ્સો પૈકીના સાત શખ્સોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હોવાનું પોલીસ અધિકારી પાસેથી જાણવા મળી રહ્યું છે અને વિદ્યાર્થીનીઓ તથા તેની છેડતી કરનારા સુપર માર્કેટની પાછળના ભાગમાં આવેલ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરવા માટે આવતા હતા અને ત્યારે વિદ્યાર્થીની છેડતી કરવામાં આવી હોય તેવું હાલમાં સામે આવી રહ્યું છે અને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસને આ સાતેય શખ્સો સોપી દેવામાં આવ્યા  છે જોકે, આ બનાવ સંદર્ભે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાય ન હોવાનું જાણવા મળેલ છે

મોરબીમાં નવા બસ સ્ટેન્ડની આસપાસમાં શૈક્ષણિક સંસ્થાઓ આવેલ છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે અને આ નવા બસ સ્ટેશનની બાજુમાં આવેલ સુપર માર્કેટમાંથી શૈક્ષણિક સંસ્થાઓ સુધી જવાનો શોર્ટ કટ રસ્તો નીકળે છે જેથી કરીને વહેલી સવારે શાળા કોલેજે જવા માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અહીથી પસાર થતાં હોય છે દરમ્યાન ગત તા. ૧૭ અને ૧૮ ના વહેલી સવારે અભ્યાસ માટે જતી વિદ્યાર્થીનીઓની વચ્ચે પગ આડા રાખીને અથવા તો આડા ઊભા રહીને તેની છેડતી કરવામાં આવતી હોય તે પ્રકારના સોશિયલ મીડિયામાં બે વિડિયો વાયરલ થયા છે જેથી કરીને આ લુખ્ખા તત્વ ઉપર ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે અને તેની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી લાગણી અને માંગણી કરવામાં આવી રહી હતી

દરમિયાન મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો અને તેમાં તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ ચમરબંધીનો દીકરો હોય તો તેને આવી હરકત કરતો હોય તો છોડવામાં નહીં આવે તેવી લાગણી તેમને વ્યક્ત કરી હતી દરમિયાન મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેના આધારે વિદ્યાર્થીનીઓની છેડતી કરનારા તત્વોને શોધવા માટેની તાત્કાલિક એલસીબી ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને આ બનાવમાં અત્યાર સુધીમાં સાત જેટલા શખ્સોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે અને તેમાંથી અમુક સગીર હોવાની માહિતી સામે આવી રહી છે જેથી તમામના જરૂરી આધાર પુરાવા મંગાવવામાં આવ્યા છે

વધુમાં મળતી માહિતી મુજબ આ સાતેય શખ્સોને હાલમાં એ ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યા છે જોકે, જે વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવી રહી છે તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે તે વિદ્યાર્થીનીઓનો સંપર્ક કરવા માટેનો પ્રયત્ન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને આ બનાવવામાં અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાય નથી જોકે શાળા કોલેજની આસપાસમાં અવારનવાર આવી રીતે વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવતી હોય તેવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે અગાઉની જેમ મહિલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સિવિલ ડ્રેસમાં શાળા કોલેજની આસપાસમાં મોકલવામાં આવે અને ત્યાં વિદ્યાર્થીનીઓની છેડતી કરનારા લુખ્ખા તત્વો સામે આકર પગલાં લેવામાં આવે તેવી લોકો તરફથી માંગ ઉઠી રહી છે






Latest News