મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ખખાણામાં યુવાને ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE







વાંકાનેરના ખખાણામાં યુવાને ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત

વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા જોકે હોસ્પિટલે ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા પ્રકાશભાઈ લાખાભાઈ ઝાલા જાતે કોળી (૨૧)એ રાત્રિના નવ વાગ્યે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરતા તેના ડેડબોડીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવીની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરતા વનરાજસિંહ બાબરીયા સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે, મૃતક યુવાનના લગ્ન છ મહિના પહેલા થયા હતા અને તેના પત્ની માવતર ગયા હતા દરમિયાન તેણે પોતાના ઘરે આવીને જમવાનું માંગ્યું હતું ત્યારે તેની માતાને પેટમાં દુખતું હોવાથી માતાએ તેને જાતે જમવાનું લઈ લેવા માટે કહ્યું હતું ત્યાર બાદ તે પોતાના રૂમમાં જતો રહ્યો હતો અને તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો વધુમાં મૃતકના પરિવારજનોના કહેવા પ્રમાણે આ યુવાન તામસી મગજનો હતો અને તેને અગાઉ પણ એક વખત આપઘાત કરવા માટેનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે હાલમાં આ બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા ગોપાલભાઈ વાલજી ખંડોલા (૪૧) નામના યુવાનને રફાળેશ્વર ચોકડી પાસે થયેલ મારામારીના બનાવવામાં ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે.
વૃદ્ધનું મોત
મોરબીના દરબારગઢ પાસે આવેલ હનુમાન ડેરી પાછળ રહેતા રવિન્દ્રસિંહ ચંદ્રસિંહ તોમર (૫૯) નામના વૃદ્ધને તે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉડ્યો હતો જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News