મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન સાથે ૩૬.૯૯ લાખની છેતરપિંડી કરનારા બે આરોપીની ધરપકડ


SHARE







 

મોરબીમાં યુવાન સાથે ૩૬.૯૯ લાખની છેતરપિંડી કરનારા બે આરોપીની ધરપકડ


મોરબીની સૂર્યકિર્તિ સોસાયટીમાં રહેતા યુવાન સહિતનાઓ બે વ્યક્તિ પાસેથી ત્રણ ટેન્કરની ખરીદી કરીને ગયેલા શખ્સ દ્વારા માત્ર ૫૦૦૦૦ રૂપિયા આપીને ૩૬.૯૯ લાખ આપવામાં આવ્યા ન હતા જેથી યુવાન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોય યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં બંને આરોપીની ધરપકડ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીની સૂર્યકીર્તિ સોસાયટીમાં રહેતા હસમુખભાઈ નાજાભાઇ હુંબલ જાતે આહિર (૪૦) એ મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દેવાભાઈ ઉર્ફે બાબુભાઈ સારીગભાઇ પંડક રહે. જામનગર અને ભુરાભાઈ દાનાભાઈ મોરી રહે. રાતડી પોરબંદર વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓને તથા પ્રદીપભાઈને કુલ મળીને ત્રણ ટેન્કર વેચવાના હતા જેથી કરીને આરોપી દેવાભાઈને વાત કરતા તેઓએ ભુરાભાઈ મોરીને ગાડી લેવાની છે તેવું કહીને ભુરાભાઈ સાથે ફરિયાદીનો સંપર્ક કરાવ્યો હતો અને ફરિયાદી યુવાનને વિશ્વાસમાં લઈને તેનું ટેન્કર નંબર જી.જે. ૦૩ એઝેડ ૫૭૧૬, જી.જે. ૦૩ એઝેડ ૭૭૧૬ અને પ્રદિપભાઇનું ટેન્કર નંબર જી.જે. ૦૩ એઝેડ ૬૪૯૫ જે એક ટેન્કરની કિંમત ૧૨.૫૦ લાખ લેખે સોદો નક્કી કરવામાં આવ્યો હતો અને ૩૭.૫૦ લાખ રૂપિયા ફરિયાદીએ આરોપી ભુરાભાઈ દાનાભાઈ મોરી પાસેથી લેવાના હતા અને ફરિયાદી પાસેથી લખાણ કરાવી લઈ ટેન્કરના અસલ કાગળ આરોપી લઈ ગયા છે અને તેને એડવાન્સ પેટે માત્ર ૫૧,૦૦૦ રૂપિયા જ આપ્યા હતા અને ૩૬.૯૯ હજાર રૂપિયા લેવાના બાકી છે જે ન આપીને ફરિયાદી યુવાન અને પ્રદીપભાઇ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી જેથી યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બંને આરોપીઓની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે દેવાભાઈ ઉર્ફે બાબુભાઈ સારીગભાઇ પંડક (૪૦) રહે. રબારીવાસ જામનગર અને ભુરાભાઈ દાનાભાઈ મોરી (૩૯) રહે. રાતડી રબારીવાસ પોરબંદર વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તા. ૨૦ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી પોલીસે ફરિયાદી પાસેથી મેળવેલ ટેન્કર રિકવર કરવા માટેની પોલીસે તજવીજ શરૂ કરી છે.

અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ રમેશ કોટક મિલ પાસે રહેતો ઉંમરભાઇ અબ્દુલભાઇ કટીયા (૨૫) નામનો યુવાન બાઇક લઈને મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર ઉમા રિસોર્ટ પાસે જૂની આરટીઓ ઓફિસ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે વાહન અથડાતા તે યુવાનને ડાબા પગ અને જમણા ખભામાં ઈજા થઈ હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News