હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે અજાણ્યા ચાર શખ્સોએ યુવાનને બ્લેડ વડે હાથ-છાતીમાં ચેકા મારીને કરી મોબાઈલની લૂંટ


SHARE











વાંકાનેરના સરતાનપર રોડે અજાણ્યા ચાર શખ્સોએ યુવાનને બ્લેડ વડે હાથ-છાતીમાં ચેકા મારીને કરી મોબાઈલની લૂંટ

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર આવેલા ઔદ્યોગિક એકમોમાં કામ કરવા માટે આવતા પરપ્રાંતીઓને ચોક્કસ ગેંગ દ્વારા ટાર્ગેટ કરવામાં આવતા હોય તેવી ઘટનાઓ છેલ્લા દિવસોમાં ઘણી વખત સામે આવી છે દરમિયાન મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે આવો જ એક બનાવ બન્યો હતો જેમાં પરપ્રાંતીય મજૂરને રિક્ષામાં આવેલા અજાણ્યા ચાર શખ્સોએ નિશાન બનાવીને તેને હાથ અને છાતીમાં બ્લેડ વડે ચેકા માર્યા હતા અને તેની પાસેથી મોબાઇલ ફોનની લૂંટ ચલાવીને નાસી ગયા છે જોકે, આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી !

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સ્વેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ભજરામ સૌર (૨૧) નામનો યુવાન રાતાવિરડા ગામ પાસે હતો ત્યારે રિક્ષામાં આવેલા અજાણ્યા ચાર શખ્સો દ્વારા તેને બ્લેડ વડે બંને હાથમાં અને છાતીના ભાગે ચેકા મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને રવિ જોશી નામનો યુવાન મોરબીની સમર્પણ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યો હતો ત્યાં યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જોકે બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદનો હોવાથી બી ડિવિઝન પોલીસે આ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી પરંતુ આ બનાવમાં હજુ સુધી વાંકાનેર તાલુકા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી નથી

વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ભજરામ નામનો યુવાન રાતાવિરડા ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે રિક્ષામાં આવેલા અજાણ્યા ચાર શખ્સો દ્વારા તેના ઉપર બ્લેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને હાથે તથા છાતીએ ઇજા કરીને તેની પાસે રહેલ મોબાઈલ ફોનની લૂંટ ચલાવવામાં આવી હતી અને ચારેય શખ્સો રિક્ષામાં નાસી છૂટ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર આવા બનાવો છેલ્લા મહિનાઓમાં અનેક વખત બન્યા છે તેમ છતાં પણ મોટાભાગના બનાવમાં ફરિયાદ નોંધાતી નથી જેથી આવી ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સોની હિંમત વધી રહી છે અને આવા બનાવો બનતા જ રહે છે ત્યારે પોલીસ દ્વારા દારૂ અને જુગારના કેસમાં જે રીતે જાત ફરિયાદી બનીને ગુના નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આવા બનાવવાની અંદર પણ જાત ફરિયાદી બનીને એકલદોકલ નીકળતા લોકોને નિશાન બનાવીને તેને માર મારીને અથવા ઇજા કરીને લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપનારી ગેંગને પકડવામાં આવે તેવી લોકોની લાગણી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના આમરણ ગામ નજીક આવેલ બજરંગ હોટલ પાસે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલ અજયભાઈ બાબુભાઈ સાવસેટા (૨૬) અને મોહિતભાઈ ખીમજીભાઈ રેતીયા (૩૫) રહે. બંને કોઠારીયા તાલુકો જોડિયા વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે આ બંનેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાકેશ રમેશભાઈ ડામોર (૨૫) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને પ્રથમ સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આ યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News