મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ફાયર સ્ટેશન ખાતે અગ્નિશમન સેવા દિને શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ


SHARE







મોરબી પાલિકાના ફાયર સ્ટેશન ખાતે અગ્નિશમન સેવા દિને શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ

મોરબી નગરપાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા  ૧૪મી એપ્રિલના રોજ અગ્નિશમન સેવા દિનનિમિત્તે અગ્નિશમન સેવા નાં તમામ નામી-અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. આ દિવસની ઉજવણી પાછળના હેતુની વાત કરીએ તો તા.૧૪મી એપ્રિલ ૧૯૪૪ ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટક ભરેલ દારૂગોળો તથા અન્ય અતિ જ્વલનશીલ માલ સામાન ભરેલ એક એસ. એસ. ફોર્ટ સ્ટાઈકીનબ્રિટીશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. આ આગ બુઝાવાની કામગીરી દરમ્યાન મુંબઈ ફાયર બ્રિગેડના ૬૬ જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવાહ કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું. સાથે ૩૦૦થી વધારે અન્ય લોકો પણ આ ધડાકાનો ભોગ બન્યા હતા. કુદરતી હોનારતો અને માનવસર્જીત હોનારતોમાં લોકો નાં જાન-માલ નું રક્ષણ કરવા પોતાના જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી હતી અને ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી-અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે ૧૪મી એપ્રિલ ને અગ્નિશમન સેવા દિનતરીકે મનાવી અગ્નિશમન સેવા નાં તમામ નામી-અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે.






Latest News