મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં યુવાને વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૧૫ લાખ આપ્યા છતાં હજુ વધુ ૧૦ લાખની પઠાણી ઉઘરાણી !


SHARE







વાંકાનેર તાલુકામાં યુવાને વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૧૫ લાખ આપ્યા છતાં હજુ વધુ ૧૦ લાખની પઠાણી ઉઘરાણી !

વાંકાનેર તાલુકાનાં મહીકા ગામે આવેલ જીનીયસ સ્કુલની બાજુમાં રહેતા યુવાન અને તેના ભાઈને ખેતીના કામ સબબ તથા લગ્ન પ્રસંગ માટે રૂપીયાની જરૂર હતી જેથી તેને મહીકા ગામના જ એક શખ્સ પાસેથી પાંચ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હતા જેની સામે ૧૫ લાખ રૂપિયા આપી દીધા છે તો પણ વધુ ૧૦ લાખ રૂપિયા આપવા માટે યુવાન અને તેના ભાઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે વ્યાજખોરોની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે

 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં મહીકા ગામે આવેલ જીનીયસ સ્કુલની બાજુમાં રહેતા યાકુબભાઇ મોહમદભાઇ બાદી જાતે મોમીન મુસ્લીમ (૪૬)એ ગત તા.૨૭/૧૨/૨૦૨૦ ના રોજ ફરિયાદી અને તેના ભાઈ ઉસ્માનભાઇને ખેતીના કામ સબબ તથા લગ્ન પ્રસંગ માટે રૂપીયાની જરૂર હતી જેથી તેને મહીકા ગામના વિજયભાઇ શીવાભાઇ ચાવડા પાસેથી પાંચ લાખ રૂપીયા માસીક દસ ટકાના વ્યાજે લીધેલ હતા જેની સામે વિજયભાઇએ ફરિયાદીના ભાઈની સર્વે નં.૨૧૧૪ પૈકી ૩ વાળી આશરે પાંચ વીઘા જમીનો સાટા ખત નોટરી રૂબરૂનો તેમની માતા ચંપાબેન શીવાભાઇ ચાવડાના નામનુ કરાવેલ હતુ. ત્યારબાદ ફરિયાદી દર મહીને વ્યાજના પચાસ હજાર ચૂકવી આપતા હતા અને વ્યાજના રૂપીયા આપવામાં એક બે દિવસ વહેલા મોડુ થાય તો તેનો અલગથી બે હજાર રૂપીયા આપતા હતા

ત્યારબાદ વિજયભાઇએ ફરિયાદીને કહ્યું હતું કે, તમે નોટરી રૂબરૂનો જે સાટા ખત લખી આપેલ છે તે રજીસ્ટાર રૂબરૂમાં કરી આપો છે જેથી કરીને ઉસ્માનભાઇએ તા.૨/૬/૨૦૨૧ ના રોજ વાંકાનેર સબ રજીસ્ટ્રાર રૂબરૂમાં ઉપરોક્ત સર્વ નંબર વાળી આશરે પાંચ વિઘા જમીન દસ લાખમાં ચંપાબેનને વેચાણ કરેલ હોવાનું સાટાખત (વેચાણ કરાર) કરી આપ્યું હતું જેમાં પાંચ લાખ રૂપીયા મળી ગયેલ અને બાકી રહેતા પાંચ લાખ રૂપીયા ૯૦ દિવસમાં ચુકવી આપવા બાબતેનું લખાવ્યું હતું ત્યાર પછી પણ વ્યાજના પચાસ હજાર નિયમિત રીતે વિજયભાઇ શીવાભાઇ ચાવડાને આપતા હતા અને પૈસાની ખેંચમાં આવી જતાં સમયસર વ્યાજના રૂપીયા ચૂકવી શકેલ ન હતા જેથી વિજયભાઈ શીવાભાઇ ચાવડાએ ફરિયાદીના ભાઈની પાસેથી કોરો ચેક માંગતા ઉસ્માનભાઇ પાસે ચેકબુક ન હોય ફરિયાદી બેંક ઓફ બરોડાની મહીકા બ્રાંચનો કોરો ચેક આપેલ હતો 

ત્યારબાદ પાંચ દિવસમાં વ્યાજના પચાસ હજાર રૂપીયા તથા પૈસા લેવા આવવા માટે થયેલ ધક્કા માટે ડીઝલ ખર્ચના બે હજાર રૂપીયા ચુકવી આપેલ હતા તો પણ વિજયભાઇએ કોરો ચેક પરત આપેલ ન હતો અને ત્યાર પછીના મહિને વિજયભાઇ શીવાભાઈનો ભાઈ સતીશભાઇ શીવાભાઇ ચાવડાએ મો.નં. ૮૧૬૦૮ ૧૬૪૮૧ ઉપરથી ફોન કર્યો હતો અને વ્યાજના રૂપીયા કેમ આપેલ નથી ? તેમ કહી જેમ ફાવે તેવી ગાળો આપેલ અને જો હુ રૂપીયા નહી આપુ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હતી અને ત્યાર બાદ વિજયભાઇએ તેની પાસે રાખેલ કોરા ચેકમાં ખોટી સહી કરીને બેંકમાંથી ત્રણ લાખ ઉપાડવા માટે બેંકમાં નાખેલ હતો જો કે, ખાતામાં પૂરતા રૂપીયા ન હોવાથી તે ચેક રીટર્ન થયેલ હતો અને સતીશભાઇ શીવાભાઇ ચાવડા અવાર નવાર પૈસાની ઉઘરાણી કરવા માટે ફોન કરતાં હતા અને ગાળો આપીને મારી નાખવાની ધમકીઓ આપી હતી અને તું મારું કાંઇ બગાડી નહી શકે જો તું ક્યાંય કેસ કબાડા કરીશ તો હું તને એટ્રોસીટીના કેસમાં ફીટ કરાવી દઇશ તેમ ધમકીઓ આપેલ હતી.

આટલું જ નહીં આરોપીઓ ફરિયાદીની દુકાને આવીને દુકાન બંધ કરાવી પૈસા આપી દેવા માટે દબાણ કરતા હતા જેથી ફરિયાદી માહમહુશેન અહમદભાઇ ખોરજીયા રહે. પંચાસીયા પાસેથી રૂપીયા દોઢ લાખ હાથ ઉછીના લીધેલ અને તે દોઢ લાખ રૂપીયા સાંજના સાડા પાંચથી છ વાગ્યાના અરસામાં સતીશભાઇ શીવાભાઇ ચાવડાને હાથો હાથ આપેલ હતા. આ બાબતનું કોઇ લખાણ કરેલ ન હતું જો કે, વિજયભાઇ શીવાભાઇ ચાવડાએ વાંકાનેર કોર્ટમાં નેગોશીયેબલ મુજબ ફરિયાદી સામે કેસ કરેલ છે. આમ પાંચ લાખની સામે અત્યાર સુધીમાં આરોપીને ફરિયાદી તરફથી આશરે પંદરેક લાખ રૂપીયા આપી દેવામાં આવ્યા છે તો પણ  ફરિયાદી અને તેના ભાઈ પાસેથી વધુ દસ લાખ રૂપીયા આપવાનું કહીને ગાળો આપીને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News