મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં નળીયાના કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર યુવાન અને તેની માતાને જાતી પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં નળીયાના કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર યુવાન અને તેની માતાને જાતી પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો

મોરબીના લીલપર રોડ ઉપર આવેલ મહાદેવ પોટરી નળીયાના કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર યુવાન કારખાને બીમારી સબબ જતો ન હતો દરમ્યાન તે કામનો કોન્ટ્રાક્ટ બીજાએ રાખ્યો હતો અને યુવાન તથા તેની માતા ત્યાં ગયા ત્યારે તેની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને જાતી પ્રત્યે અપમાનિત કર્યા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાનની માતાએ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ત્રણ મહિલા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ વાંકાનેર તાલુકાનાં પંચાસીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના લીલપર રોડ ઉપર આવેલ મહાદેવ પોટરી નળીયાના કારખાનાની ઓરડીમાં રહેતા રમીલાબેન રમેશભાઇ વાઢેર જાતે અનુ.જાતી (૪૫)એ હાલમાં ટીનીબેન હિતેશભાઇ મારૂણીયા, હિતેશભાઇના બેન ભારતીબેન, હિતેશભાઇ કાળુભાઇ મારૂણીયા, હિતેશભાઇના બાપુજી કાળુભાઇ તથા હિતેશભાઇના માતા રહે. બધા પ્રેમજીનગર મકનસર મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી લીલાપર રોડ મહાદેવ પોટરી કારખાનામાં ફરિયાદી તથા તેમનો દિકરો મહાદેવ પોટરી નામાના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ હતો જો કે, ફરીયાદીનો દીકરો બીમારી સબબ કામ ઉપર જતો ના હતો અને જયારે કામે ગયો ત્યારે આરોપી હિતેશભાઇ કાળુભાઇ મારૂણીયાએ નળીયાનો કોન્ટ્રકટ અમે રાખી લીધો છે તેવુ કહ્યું હતું અને બાદમાં આરોપીઓએ મહાદેવ પોટરી કારખાને આવી ફરીયાદી તથા તેના દીકરાને ગાળો આપી હતી અને આરોપી હિતેશભાઇ કાળુભાઇ મારૂણીયા અને તેના પિતાએ પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે માર મારવાનો પ્રયત્ન કર્યો હતો અને ફરિયાદીના દીકરાને જાતી પ્રત્યે અપમાનિત કર્યો હતો જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ- ૩૨૩૫૦૪૧૧૪ તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧) (R) (S), ૩(૨) (૫) તથા જી.પી.એકટ કલમ- ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News