મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

બિગ બ્રેકિંગ: મોરબીના રફાળેશ્વર રોડે રેલવે ટ્રેક ઉપર માલગાડી હડફેટે ૨ ના મોત


SHARE











મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ રેલ્વે ટ્રેક ઉપરથી માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે માલગાડીની હેડફેટે બે વ્યક્તિઓ રેલવે ટ્રેક ઉપર ચડી ગયા હતા જેથી કરીને તે બંને યુવાનોના ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી રહે છે અને બંને મૃતક યુવાનો જવાહર સોસાયટીના રહેવાસી હોવાની વિગતો સામે આવી રહી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર નજરબાગ રેલવે સ્ટેશનથી આગળ રફાળેશ્વર પહેલા આવતા મિલેનિયમ પેપર મિલ નામના કારખાનાની સામેના ભાગમાં રેલ્વે ટ્રેક ઉપરથી માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનની હડફેટે બે યુવાનો ચડી ગયા હતા જેથી કરીને તે બંને યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને આ બનાવની તાત્કાલિક મોરબી જિલ્લા પોલીસના કંટ્રોલરૂમને જાણ કરવામાં આવતા કંટ્રોલરૂમ મારફતે આ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી મોરબી તાલુકા પોલીસની ટીમ તથા ૧૦૮ ની ટીમ ઘટના પહોંચી હતી અને અકસ્માતમાં આ બનાવમાં મૃત્યુ પામેલા યુવાનોને હોસ્પિટલે લઈ જવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી વધુમાં સ્થળ ઉપર હાજર રહેલા સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે અકસ્માતના આ બનાવવામાં મૃત્યુ પામેલા બંને યુવાન જવાહર સોસાયટીના હોવાનું ચર્ચા રહ્યું છે જોકે રેલ્વે ટ્રેક ઉપર તેઓ શા માટે ગયા હતા ? અને કેવી રીતે અકસ્માતમાં બનાવ બન્યો ? તેની માહિતી હાલમાં પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે.

વધુમાં રેલ્વે વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા તરફથી પેટ્રોલ ભરેલી માલગાડી રાજકોટ રેલવે સ્ટેશન તરફ જઈ રહી હતી ત્યારે રફાળેશ્વર ગામ પહેલા ફાટક નંબર ૨૫ પાસે અકસ્માતનો આ બનાવ બન્યો છે જેમાં બે યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે જોકે બંને મૃતકોના ડેડબોડીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા બાદ રેલ્વે ટ્રેક ઉપરની માલગાડીને રાજકોટ તરફ આગળ રવાના કરી દેવામાં આવી છે અને અકસ્માતના આ બનાવમા મૃત્યુ પામેલ વ્યક્તિમાં સચિન હિતેશભાઈ ચૌહાણ (૧૭) અને મેહુલ મનસુખભાઇ મકવાણા (૧૮) રહે. બંન્ને ભાડીયાદ કાંટે જવાહર સોસાયટી સામાકાંઠે મોરબી-૨ વાળા હોવાનું સામે આવેલ છે.






Latest News