મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય મહિલા વૃત્તીકા તાલીમ યોજાઇ મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની ભરતી કરાશે મોરબીમાં મહેન્દ્રનગર ગામે પ્રાથમિક શાળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા પાસે ટ્રક ટેલરના ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના ભાયાતી જાંબુડીયા પાસે ટ્રક ટેલરના ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ભાયાતી જાંબુડીયા ગામના પાટીયા પાસેથી બાઈક લઈને જઈ રહેલા યુવાનના બાઈકને ટ્રક ટેલરના ચાલકે હડફેટે લેતા યુવાનને મોઢાના ભાગે ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના દીકરાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ટેલરના ચાલક સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ભાયાતી જાંબુડીયા ગામના પાટીયા પાસેથી ખીજડીયા રાજ ગામે રહેતા ઉપેન્દ્રભાઈ ચકુભાઈ સોલંકી (૪૩) પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એચ ૩૮૧૨ લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટેલર નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૩૩૩૨ ના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમા બાઇક લઈને જઈ રહેલા ઉપેન્દ્રભાઈ સોલંકીને મોઢાના ભાગે ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક ઉપેન્દ્રભાઈના દીકરા સિધ્ધરાજભાઈ ઉર્ફે સામો ઉપેન્દ્રભાઈ સોલંકી (૧૯) રહે. ખીજડીયા રાજ વાળાએ ટ્રક ટેલરમાં ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના ઓળ ગામેના ચોરા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૫૨૦ ની કિંમતની દારૂની બોટલ સાથે હર્ષદભાઈ ભનુભાઈ કેરવાડીયા જાતે કોળી (૨૬) રહે. ઓળ તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીની વાવડી ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી વિરમભાઈ નરશીભાઈ મકવાણા જાતે કોળી (૨૩) રહે. નવી ટિંબડી રામદેવપીરના મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News