હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત


SHARE











મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસેના ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પાસે અકસ્માતમાં બનાવ બન્યો હતો ત્યારે ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા યુવાન અને તેની માતાને ઇજા થઈ હતી અને બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા દરમ્યાન મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક મહિલાના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભીમસર ખાતે રહેતા હરેશભાઈ જયંતીભાઈ કુંઢીયા જાતે દેવીપુજક (૨૦) એ ડમ્પર નંબર જીજે ૧૩ એડબલ્યુ ૮૫૮૮ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો ભાઈ પ્રકાશ તેના બાઈક નંબર જીજે ૩ એઆર ૮૦૬૭ ઉપર તેમના માતા જયાબેનને બેસાડીને મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર આવેલ ડમ્પરના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પ્રકાશભાઈ અને ફરિયાદીના માતા જયાબેન જયંતીભાઈ કુંઢીયાને ઇજાઓ થઈ હતી જેથી તે બંનેને ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે જયાબેનને રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહીં નિવડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું છે અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરા હરેશભાઈ કુંઢીયા દ્વારા ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં નુકશાન

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ દરિયાલાલ હોટલ પાસેથી મોરબીના આલાપ રોડ ઉપર આવેલ અંજની પાર્કના પ્લોટ નંબર ૪૯ માં રહેતા સુકેતુકુમાર સુરેશભાઈ અઘારા જાતે પટેલ (૪૦) પોતાની જેન એસટીલીનો કાર નંબર જીજે ૩ ડીસી ૧૦૬૫ લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે ૧૪ ઝેડ ૯૮૨૮ ના ચાલકે અચાનક કાઉ મારતા કાર સાથે તેનું વાહન અથડાવ્યું હતું જેથી કરીને કાર રોડ ઉપર પલટી મારી ગઈ હતી અને કારમાં નુકસાન થયું હતું જો કે, અકસ્માત સર્જીને આરોપી પોતાના હવાલા વાળો ટ્રક રોડ ઉપર રેઢો મૂકીને નાશી ગયો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News