જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડીએથી દેશી બનાવટની એક પિસ્તોલ-ત્રણ જીવતા કાર્ટિજ સાથે એક શખ્સ પકડાયો


SHARE









વાંકાનેરની ઢુવા ચોકડીએથી દેશી બનાવટની એક પિસ્તોલ-ત્રણ જીવતા કાર્ટિજ સાથે એક શખ્સ પકડાયો

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે નાગરાજ પાન એન્ડ ટી સ્ટોલ સામે એક શખ્સને રોકીને એલસીબીની ટીમે ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટિજ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૦,૩૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ચોકડી પાસે નાગરાજ પાન એન્ડ ટી સ્ટોલની સામેના ભાગમાં નાઈટ ટ્રેકપેન્ટ પહેરીને એક શખ્સ ઉભો છે જેની પાસે હથિયાર છે તેવી બાતમી એલસીબીની ટીમને મળી હતી જેથી એલસીબીની ટીમ ત્યાં પહોંચી હતી અને સ્થળ ઉપર મળેલ બાતમી મુજબનો શખ્સ મળી આવતા તેને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટેજ મળી આવ્યા હોય પોલીસે ૧૦,૩૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને સિકંદરભાઈ રાયધનભાઈ મોવર જાતે મિયાણા (૩૫) રહે. વીસીપરા વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તેની પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

જુગાર

માળીયા મીયાણાની મોટી બજાર ચોકમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર યાસીનભાઈ હુસેનભાઈ મોવર જાતે મિયાણા (૪૦) રહે. દરબારગઢ ચોક પાસે માળિયા મીયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય તેની પાસેથી ૪૮૦ ની રોકડ કબજે કરી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News