વાંકાનેરની ઢુવા ચોકડીએથી દેશી બનાવટની એક પિસ્તોલ-ત્રણ જીવતા કાર્ટિજ સાથે એક શખ્સ પકડાયો
મોરબીના લાલપર ગામે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ પકડ્યો, એકની શોધખોળ
SHARE
મોરબીના લાલપર ગામે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ પકડ્યો, એકની શોધખોળ
મોરબી વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આવેલ લાલપર ગામ પાસે રાજલપાન નજીક જાહેરમાં મોબાઇલમાં લાઈવ ગુરુ ઓનલાઈન એપ્લિકેશન માટે ક્રિકેટ મેચ જોઈને તેના ઉપર રનફેરનો જુગાર રમવામાં આવતો હતો જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી મોબાઇલ અને રોકડા રૂપિયા મળીને ૮૦૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ રાજલ પાન નજીક જાહેરમાં લાઈવ ગુરુ ઓનલાઈન એપ્લિકેશનમાં ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ લાઇવ જોઈને તેના ઉપર હારજીતનો રનફેરનો જુગાર રમવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ૫૦૦૦ રૂપિયાની કિંમતનો એક મોબાઇલ ફોન તથા ૩૦૦૦ રોકડા આમ કુલ મળીને ૮૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને અરવિંદભાઈ હેમજીભાઈ જોશી જાતે બ્રાહ્મણ (૪૩) રહે. લાલપર ગૌશાળાના ગેટની અંદર મૂળ રહે વાવડી બ્રાહ્મણવાસ તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા વાળાની ધરપકડ કરેલ છે અને આ શકશે બનાસકાંઠાના ખરડોલ ગામના રહેવાસી નયન બ્રાહ્મણ પાસેથી આઈડી મેળવીને તેના ઉપરથી જુગાર રમતો હોવાનું જણાવ્યું છે જેથી કરીને નયન નામના શખ્સની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે મોરબી તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે
અકસ્માતથી વાહનમાં નુકશાન
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ગામ પાસે બાલાજી સ્ટોરની સામેના ભાગમાંથી ટંકારના નાના ખીજડીયા ગામે રહેતા ભુપેન્દ્રભાઈ અમરશીભાઈ ચૌહાણ નામનો યુવાન ઇકો ગાડી નંબર જીજે ૧૦ ડીએ ૨૭૭૦ લઈને જઈ રહ્યો હતો ત્યારે મહિન્દ્રા કંપનીની જીતો (છોટા હાથી) ગાડી નંબર જીજે ૩ બીવાય ૪૩૦૫ લઈને નીકળેલા શખ્સે તેનું વાહન ઇકો ગાડીની પાછળના ભાગમાં અથડાવ્યું હતું જેથી કરીને દરવાજામાં નુકસાન થયું હતું અને કાચ તોડી નાખ્યો હતો જેથી ઈકો ગાડીના ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે છોટા હાથીના ચાલક અસલમભાઈ અજમેરી રહે. મોરબી વાળા સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









