મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી ખાતે સિરામિક ઉદ્યોગને ધ્યાને રાખીને સીલીકોસીસ નીયંત્રણ કાર્યક્રમ કેમ નહી?


SHARE







મોરબી ખાતે સિરામિક ઉદ્યોગને ધ્યાને રાખીને સીલીકોસીસ નીયંત્રણ કાર્યક્રમ કેમ નહી?

પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા મોરબી ખાતે વિશ્વ આરોગ્યની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીમાં સીરામીક ઉદ્યોગ મોટાપાયે રોજગારી આપે છે જેનો લાભ માત્ર સ્થાનીક જ  નહી પણ સ્થળાંતરીત કામદારોને પણ મળે છે. જો કે, સીરામીક ઉદ્યોગ એક જોખમી ઉદ્યોગ છે જેમાં કેટલીક પ્રક્રીયાના કામદારોને માથે સીલીકોસીસ જેવા ફેફ્સાંના જીવલેણ રોગનું જોખમ રહેલું છે આ સીલીકોસીસ પીડીતોના કલ્યાણ માટે કામ કરતી સ્વૈચ્છીક સંસ્થા પીટીઆરસી દ્વારા સીલીકોસીસ જાગ્રુતી માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીલીકોસીસનો ભોગ બનેલા કામદરોએ હાજરી આપી હતી. ત્યારે ચીરાગભાઇ ચાવડાએ ગુજરાત રાજ્યમાં સીલીકોસીસ પીડીતોને અપાતી સહાય અંગે માહીતી આપી હતી. તેમણે રાજસ્થાન રાજ્ય દ્વારા સીલીકોસીસ પીડીતોને માટે ઘડવામાં આવેલી નીતીની પણ ચર્ચા કરી હતી. ત્યારે ઉપસ્થીત કામદારોએ સીલીકોસીસ પીડીત કામદારોના પુનઃ સ્થાપન માટે ગુજરાત સરકારે પણ આવી નીતી ઘડીને અમલમાં મુકવી જોઇએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.






Latest News