ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ૫૮,૭૦૦ ના મુદામાલ સાથે પકડાયા


SHARE











મોરબીના લાયન્સનગરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ૫૮,૭૦૦ ના મુદામાલ સાથે પકડાયા

મોરબીના બાયપાસ રોડ ઉપર લાયન્સનગરના મેઇન રોડે જનતા ઓટો ગેરેજ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી રોકડ, મોબાઇલ અને બાઈક આમ કુલ મળીને ૫૮,૭૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ભક્તિનગર સર્કલથી આગળના ભાગમાં આવેલ લાઈન્સનગર મેઇન રોડ ઉપર જનતા ઓટો ગેરેજ પાસે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે રજાકભાઈ અનવરભાઈ બુખારી (૩૫),  અબ્દુલભાઈ મહમદભાઈ બુખારી (૬૪) અને શબ્બીરભાઈ ઈકબાલભાઈ બુખારી (૩૨) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૭૭૦૦ ની રોકડ, ૬૦૦૦ ની કિંમતના બે મોબાઈલ અને ૪૫૦૦૦ ની કિંમતના બે બાઈક આમ કુલ મળીને ૫૮,૭૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને ત્રણ શખ્સોની ધરપકડ કરી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News