મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં પેપર ટ્રેડિંગ પેઢીના સંચાલકો સાથે ૧.૩૧ કરોડથી વધુની સુરતના ભેજાબાજે કરી છેતરપિંડી


SHARE







મોરબીમાં પેપર ટ્રેડિંગ પેઢીના સંચાલકો સાથે ૧.૩૧ કરોડથી વધુની સુરતના ભેજાબાજે કરી છેતરપિંડી

મોરબીમાં છેતરપિંડીના બનાવો ઘણા બનતા હોય છે તેવી જ રીતે પેપર ટ્રેડિંગનું કામ કરતી પેઢીના સંચાલક પાસે સુરતનો પેપર દલાલ બે શખ્સોને સાથે લઈને આવ્યો હતો અને આ શખ્સોએ જુદીજુદી પેપર મિલમાંથી ક્રાફ્ટ અને ડુપ્લેક્સ પેપરની એક કે બે નહીં પરંતુ ૩૬ ગાડી જેટલો માલ ખરીદી કર્યા બાદ ટ્રેડિંગ પેઢીના સંચાલકોને ૧.૩૧ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે જે ન ચૂકવીને તેની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગંગાદર્શન એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૧૦૨ માં રહેતા દીપકભાઈ ગણેશભાઈ પાંચોટિયા જાતે પટેલે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નિમેષભાઈ નરેન્દ્રભાઈ ઠક્કર રહે, સુરત વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે વરૂડી એસ્ટેટમાં જીજે  36 ફ્લેકસો પ્રિન્ટિંગ નામની પેપર ટ્રેડિંગની ભાગીદારી પેઢી તેઓની આવેલ છે અને ત્યાં આરોપી અને તેની સાથે અન્ય બે શખ્સો આવ્યા હતા અને ત્યારે આરોપી નિમેષભાઈ નરેન્દ્રભાઈ ઠક્કરે પોતે પેપર દલાલ છે તે રીતે પોતાની ઓળખ આપી હતી અને તેની સાથે આવેલા બંને શખ્સોને પેપરની ખરીદી કરવી છે તેવું જણાવ્યું હતું તેમજ સુરતના હજીરામાં આવેલ નિહારિકા કોરુંગેટેડ પેકેજીંગમાં તેઓ ૫૦ ટકાના ભાગીદાર હોવાનું જણાવ્યું હતું જેથી કરીને માલની ખરીદી કરવા માટે આવેલા આ શખ્સોને મોરબીની આસપાસમાં આવેલ જુદી જુદી પેપર મીલમાં ક્રાફ્ટ અને ડુપ્લેક્સ પેપર બતાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેના ભાવ તાલમાં તેઓને અનુકુળ આવતા નિમેષભાઈએ સુરતની અલગ અલગ પેકેજીંગ ફેક્ટરી માટે ક્રાફ્ટ પેપરની ખરીદી કરવા માટે જણાવ્યું હતું અને તેઓની નિહારિકા કોરોગેટેડ પેકેજીંગ તથા માતાદાર પેપર ટ્યુબ સુરતમાં માલ મોકલવા માટે થઈને કહ્યું હતુ

વધુમાં ફરિયાદીએ જણાવ્યા મુજબ નિહારિકા કોરોગેટેડ પેકેજીંગ તથા માતાદાર પેપર ટ્યુબ સુરત ખાતે તેઓએ નિમેષભાઈના કહેવાથી કુલ મળીને પેપરની ૩૩ ગાડીઓ મોકલાવી હતી તેમજ નિમેષભાઈના કહેવાથી વાપીમાં આવેલ કે.કે. પેકેજીંગમાં વધુ ત્રણ ગાડીઓ મોકલાવી હતી આમ કુલ મળીને ૩૬ ગાડી પેપર આ શખ્સને આપવામાં આવ્યો હતો જેની સામે સમયાંતરે તેની તરફથી અમુક રકમ ચૂકવવામાં આવી હતી જોકે આ ૩૬ ગાડીઓનો માલ વેચ્યો તે પૈકી ૧,૩૧, ૭૮,૦૭૭ રૂપિયા લેવાના બાકી છે અને તેના માટે થઈને નિમેષભાઈને દિવાળી પહેલા ફોન કર્યો હતો ત્યારે તેણે બે પાંચ દિવસમાં પૈસા મોકલી દેવાનું કહ્યું હતું જોકે હજુ સુધી તેમના તરફથી પૈસાની ચુકવણી કરવામાં આવી નથી અને તેનો મોબાઇલ નંબર સ્વીચ ઓફ આવે છે અને અવારનવાર સંપર્ક કરવા છતાં તેનો કોઈ જગ્યાએથી સંપર્ક થતો નથી તેમજ માતાદાર પેપર ટ્યુબ વાળા અશ્વિનભાઈ અને નિહારિકા કોરુંગેટેડ પેકેજ વાળા વિવેકભાઈને ફોન કરી તમામ હકીકત જણાવી પૈસાની માંગણી કરતા તેમણે જણાવ્યું હતું કે, તમારી પાસેથી અમોને પૂરી ક્રાફ્ટની ગાડીઓ મળેલ નથી અને નિમેષભાઈએ ગોટાળો કર્યો છે તેવું જણાવ્યું હતું અને સંતોષકારક જવાબ આપ્યો ન હતો ત્યારબાદ કે.કે. બ્રેકેજીંગ વાળા રણજીતભાઈ સાથે ફોન ઉપર વાત કરીને પૈસાની માગણી કરતા નિમેષભાઈએ મારે ત્યાં જોબ વર્ક માટે ત્રણ ગાડી ક્રાફ્ટ પેપર મોકલેલ હતો જે મેં જોબવર્ક કરીને તેઓને પરત આપી દીધેલ છે તેઓ જવાબ આપ્યો હતો આમ ફરિયાદીની પેપર ટ્રેડિંગની પેઢી સાથે ૧,૩૧,૭૮,૦૭૭ ની છેતરપિંડી કરવામાં આવી છે જેથી કરીને તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે નિમેષભાઈ નરેન્દ્રભાઈ ઠક્કર રહે. પાલ સોહમ પ્રાઇઝ રેસીડેન્સી સુરત વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News