મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના માધાપરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE







મોરબીના માધાપરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીમાં આવેલ માધાપર શેરી-૧૮ માં શ્રીમદ ભાગવત સપ્તાહનું આગમી ૧૪મી એપ્રિલથી આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કથાનું રસપાન અને પ્રસાદનો લાભ લેવા માટે હડીયલ પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબીમાં માધાપર શેરી-૧૮ માં ગોમતીબેન ડાયાલાલ હડિયલ અને તેના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે કથાનું શાસ્ત્રી નિખીલભાઈ જોશી દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને રસપાન કરાવવામાં આવશે આ કથા તા ૧૪ થી ૨૦ દરમ્યાન યોજાશે અને સવારે ૯ થી ૧૨ તેમજ બપોરે ૩ થી ૬ સુધી લોકોને કથા રસપાનનો લાભ મળશે અને દરરોજ બપોરે ૧૨ કલાકે રામજી મંદિરની પાછળના ભાગમાં આવેલ સતવારા સમાજની વાડીએ મહાપ્રસાદ રાખવામા આવેલ છે વધુમાં માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, તા ૧૪ ના રોજ રામજી મંદિરથી પોથીયાત્રા, તા ૧૫ ના કપીલ ભગવાનનું પ્રાગટયતા ૧૬ ના સતી ચરિત્ર, નૃસિંહ અવતારતા ૧૭ ના ૧૨ કલાકે વામન જન્મ અને ૪ કલાકે રામ જન્મ અને સાંજે ૬ કલાકે કૃષ્ણ જન્મ યોજાશે તા ૧૯ ના સાંજે ૬ કલાકે રૂક્ષ્મણી વિવાહ યોજાશે






Latest News