મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ઐતિહાસિક વારસાની ઉપેક્ષા ?: મોરબીમાં ખોદકામ દરમ્યાન રાજાશાહી વખતની તોપ મળી !


SHARE







ઐતિહાસિક વારસાની ઉપેક્ષા ?: મોરબીમાં ખોદકામ દરમ્યાન રાજાશાહી વખતની તોપ મળી !

મોરબીના નગર દરવાજા ચોક પાસે જુના બાંધકામને તોડીને ખોદકામ કરવામાં આવતું હતું ત્યારે ત્યાંથી રાજાશાહી વખતની તોપ મળી આવી છે જેથી કરીને મોરબીના અધિકારીઓ, પાલિકાના કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા અને આ તોપને હાલમાં કલેક્ટર કચેરીએ લઈ જવામાં આવી હતી અને આ અંગેની જાણ પુરાતત્વ વિભાગને પણ કરવામાં આવી છે જો કે, મોરબીના ઐતિહાસિક વારસાની જાળવણી રાખવામા સ્થાનિક અધિકારીઓ અને નેતાઓ સહિતના બેદરકાર છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરની અંદર ઐતિહાસિક ઇમારત કહી શકાય તેવા નગર દરવાજા ચોકની બાજુમાં વર્ષો જૂની દુકાનોને વેચી નાખવામાં આવી છે અને ત્યાં જૂના બાંધકામને તોડીને નવું બાંધકામ કરવા માટેની કામગીરી છેલ્લા દિવસોથી ચાલી રહી છે દરમિયાન ખોદકામ ચાલુ હતું ત્યારે જૂની દિવાલમાંથી રાજાશાહી વખતની તોપનો મુખ્ય ભાગ મળી આવ્યો હતો જેથી કરીને ખોદકામને રોકવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ અંગેની જાણ મોરબી નગરપાલિકાને કરવામાં આવતા નગરપાલિકાની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ત્યારબાદ મશીનરીને કામે લગાડીને દિવાલમાંથી મળી આવેલ તોપનો મુખ્ય ભાગ હાલમાં બહાર કાઢીને નગરપાલિકાના કબજામાં લેવામાં આવ્યો છે અને નગરપાલિકાની ટીમ આ તોપનો મુખ્ય ભાગ લઈને મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં કલેકટર કચેરી ખાતે પહોંચી હતી અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે આ અંગેની જાણ પુરાતત્વ વિભાગના અધિકારીઓને કરવામાં આવી છે અને તેમની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે જોકે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા મોરબીના ઐતિહાસિક વારસાને સાચવવામાં બેદરકારી રાખવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

અત્રે ઉલ્લેખની છે કે મોરબીના નગર દરવાજાની જેમ જ મોરબીમાં મણીમંદિર મોરબીની આન, બાણ અને શાન સમાન છે જોકે, તેની દીવાલ પાસે ત્યાં રહેતા લોકો દ્વારા છાણા થાપવામાં આવતા હોય છે, કચરાના ઢગલા કરવામાં આવતા હોય છે તેમ છતાં પણ જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓ દ્વારા આ પ્રવૃત્તિ બંધ થાય તેના માટે કોઈ નક્કર કામગીરી કરતા નથી આટલું જ નહીં મોરબીનો જે જુલતો તૂટી પડ્યો તેના દરવાજા પાસેથી કચરાના ઢગલાને દૂર કરવા માટે વર્ષોથી સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી તેમ છતાં પણ ત્યાંથી કચરાના ઢગલા દૂર થતા નથી

આવી તો અનેક બાબતો છે કે જેમાં નગરપાલિકા તંત્ર મોરબીના ઐતિહાસિક વારસાને સાચવવામાં નિષ્ફળ જતું હોય તેવું કહીએ તો અતિશયોક્તિ નથી મોરબીનો જે મરીન ડ્રાઈવ રોડ છે ત્યાં પણ જે નાસ્તા બજાર અને ગોળાની બજાર ભરાય છે તેનો કચરો સીધો રોડની શોભા વધારતી કાળા પત્થરની દીવાલ છે તેના ઉપર ફેકવામાં આવે છે અને તેના કારણે ત્યાં ગંદકી થતી હોય છે અને અવારનવાર કચરો સળગાવવામાં આવતો હોવાના કારણે પ્રદૂષણ પણ થતું હોય છે તો પણ મોરબી નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ આળસ ખંખેરીને કામ કરતા નથી તે હકીકત છે






Latest News