મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં બે સાંસદ, ચાર ધારાસભ્ય અને માજી મંત્રીની હાજરીમાં ૩૮૧ કરોડના વિકાસ કામો શરૂ કરાશે


SHARE







મોરબીમાં બે સાંસદ, ચાર ધારાસભ્ય અને માજી મંત્રીની હાજરીમાં ૩૮૧ કરોડના વિકાસ કામો શરૂ કરાશે

મોરબીના જેતપર અણીયારી અને મોરબીથી હળવદ સુધીના રોડનું કામ ઘણા સમય પહેલા મંજૂર કરવામાં આવ્યું હતું જો કે, તે કામ બે સાંસદ, ધારાસભ્યો અને માજી મંત્રની હાજરીમાં શરૂ કરવામાં આવશે અને ત્યારે કુલ મળીને ૩૮૧ કરોડના વિકાસ કામો શરૂ કરવામાં આવશે

મોરબીમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઇ હતી ત્યાર બાદ મોરબીથી અણીયારી અને મોરબીથી હળવદ રોડને સરકાર દ્વારા ફોરેટ્રેક બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી અને તેના માટેનું બજેટ પણ આપી દેવામાં આવ્યું હતું જો કે, આ રોડનું કામ હવે શરૂ કરવામાં આવશે ત્યારે મોરબીના મોરબી-જેતપર-અણીયારી રોડનું ૧૪૧ કરોડનું કામ, મોરબી-હળવદ રોડનું ૧૯૦ કરોડનું કામ અને બીજા ૧૭ રોડના ૫૦ કરોડના કામ આમ કુલ મળીને ૩૮૧ કરોડના કામના શ્રીગણેશ કરવામાં આવશે

તકે આગામી શનિવાર તા ૮ ના રોજ સાંજે ૫:૪૫ વાગ્યે મહેન્દ્રનગર ચોકડીએ પેટ્રોલ પંપની બાજુમાં કાર્યક્રમ યોજાશે જેમાં કચ્છ મોરબીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમણી, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોની સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.






Latest News