મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં આચરવામાં આવેલ કરોડોની જમીના કૌભાંડમાં સબ રજીસ્ટ્રારનું નિવેદન લેવાશે: તપાસ અધિકારી


SHARE









મોરબીમાં આચરવામાં આવેલ કરોડોની જમીના કૌભાંડમાં સબ રજીસ્ટ્રારનું નિવેદન લેવાશે : તપાસ અધિકારી

 મોરબીના રવાપરા ગામે કરોડો રૂપિયાની જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું છે જેથી કરીને કલેક્ટર દ્વારા તપાસનો આદેશ કરવામાં આવેલ છે અને આ કૌભાંડની રેવન્યુ તપાસ કરવામાં આવી રહી છે અને આગમી સમયમાં આ મુદે આગામી સમયમાં મોરબીના સબ રજીસ્ટ્રારનું નિવેદન લેવામાં આવશે અને કેટલીક ચોકાવનારી માહિતી સામે આવે તેવી શ્ક્યતા સેવાઇ રહી છે.

મોરબીની આસપાસમાં સોનાની લગડી જેવી જમીનને હડપ કરવા માટે યેનકેન પ્રકારે કૌભાંડ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી તાલુકાના રવાપરા ગામે સરવે નં. ૧૦૮ ની જમીન કે જે સરકારી ચોપડે રવા વસ્તા દલવાડીના નામે છે તેને હડપ કરવા માટે કૌભાંડ કરવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાની જમીન હોવાથી જુદીજુદી પાર્ટીઓ દ્વારા એકથી વધુ દસ્તાવેજ આ જમીનના બનાવી લેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે ત્યારે આ કૌભાંડની માહિતી કલેકટર સુધી પહોચી હોવાથી તેઓએ ઇંક્વાયરી બેસાડી છે અને આ કૌભાંડની રેવન્યુ તપાસ હાલમાં મોરબીના પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલાને સોપવામાં આવી છે.


ત્યારે મોરબીના પ્રાંત અધિકારી સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતુ કે, રવા વસ્તાના નામે જે જમીના છે તેના સાચા વારસદાર કોણ છે તે અંગેની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને  મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં આ જમીન માટેના જે દસ્તાવેજ કરવામાં આવ્યા છે તેમાં સબ રજીસ્ટ્રાર દ્વારા કયા કયા દસ્તાવેજોને ધ્યાને લેવામાં આવેલ છે તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવશે જો કે, આગમી તા ૧૫/૪ સુધી જૂની જંત્રી દર ચાલુ છે ત્યારે હાલમાં દસ્તાવેજની નોંધણી કરવા માટેની વધુ કામગીરી હોવાથી સબ રજીસ્ટ્રારની કચેરીમાં કામ વધુ હોવાથી તેનું નિવેદન લેવાનું બાકી છે તેનું નિવેદન લેવામાં આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

અત્રે ઉલેખનીય છે કે, રવા વસ્તાની રવાપર ગામે જે જમીન આવેલ છે તેના ખરેખર કોઈ વારસદાર છે કે કેમ તે પણ હાલમાં તપાસનો વિષય છે કેમ કે, સૂત્રોના કહેવા મુજબ જે દસ્તાવેજ કરવામાં આવેલ છે તેમાં બોગસ દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલા જ માટેનો સરકારી ચોપડે જે નોંધ પાડવામાં આવી હતી તેને પણ રદ કરવામાં આવી છે અને નોંધ રદ થવાના લીધે કલેકટરમાં અપીલ પણ દાખલ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે જો કે, આગમી દિવસોમાં કરોડો રૂપિયાની જમીનનું કૌભાંડ કરનારા ભેજાબાજોની સામે કોઈ અસરકારક પગલાં લેવામાં આવશે કે પછી ઘીના ઠામમાં ઘી પડી જશે તે તો સમય જ બતાવશે.






Latest News