મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે હનુમાન જયંતીએ નવયુગ ગ્રૂપ બાનવશે નવો રેકોર્ડ: જેલ રોડે સુંદરકાંડ અને થોરાળા ગામે ફ્રી નિદાન કેમ્પ


SHARE







મોરબીમાં કાલે હનુમાન જયંતીએ નવયુગ ગ્રૂપ બાનવશે નવો રેકોર્ડ: જેલ રોડે સુંદરકાંડ અને થોરાળા ગામે ફ્રી નિદાન કેમ્પ

મોરબીમાં નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા કાલે તા ૬ ના રોજ હનુમાન જયંતી નિમિતે ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ ધ રેકોર્ડ બનાવવામાં આવશે ત્યારે હનુમાન દાદાની પ્રતિકૃતિની પેપર કોપી ઉપર રામ નામ લખવામાં આવશે અને તે રામ જાપ લખેલ કોપીઓને આયોધ્યા મંદિરે પહોંચાડાવામાં આવશે. ત્યારે આ ધાર્મિક કાર્યમાં જોડાવા માટે સંસાથના પ્રમુખ પી.ડી.કાંજીયા અને નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

સુંદરકાંડ યોજાશે
મોરબીમાં જેલ રોડે રામાનંદ ભવન ખાતે કાલે તા ૬ ના રોજ હનુમાન જયંતીના દિવસે સુંદરકાંડ અને હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે ૩:૩૦ થી આ પાઠ શરૂ કરવામાં આવશે ત્યારે નંદલાલ મહારાજ, પરેશભાઈ રામાવત, રોહિતભાઈ કુબાવત, શાંતિલાલ નિમાવત, નરસંગદાસ નિમાવત સહિતના હાજર રહેશે. આ કાર્યક્રમમાં સમાજના લોકોને હાજર રહેવા માટે રામાનંદી સાધુ સમાજ મહિલા મંડળના પ્રમુખ અરુણાબેન રામાવત અને ઉપપ્રમુખ જાગૃતિબેન નિમાવતે આમંત્રણ આપ્યું છે.

થોરાળામાં ફ્રી નિદાન કેમ્પ
થોરાળા ગામે કાલે હનુમાન જયંતી નિમિત્તે સ્વ.મણીબેન નાનજીભાઈ અંબાણીના સ્મરણાર્થે કાન-નાક ગળાના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં કાન નાક ગળાના નિષ્ણાત ડૉ.સુરભિ અંબાણી (Gold Medalist) દ્વારા રોગનું નિદાન કરીને સારવાર  કરવામાં આવશે તેમજ ઓપરેશન અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પ કાલે ૯ થી ૧૧ વાગ્યા સુધી રાખવામા આવેલ છે અને તે થોરાળા હાઇસ્કૂલ ખાતે યોજાશે ત્યારે સમસ્ત થોરાળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને તેનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે.






Latest News