મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે ફોનમાં વાત થયા બાદ કોઈ કારણોસર યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE







મોરબીમાં પત્ની સાથે ફોનમાં વાત થયા બાદ કોઈ કારણોસર યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ જૈન દેરાસર નજીક કૌટુંબીક સગાને ત્યાં રહેતા અને મૂળ બિહારના લુહાર યુવાને તેની પત્ની સાથે ફોન ઉપર થયેલી વાતચીત બાદ બોલાચાલીનું લાગી આવતા પંખામાં ચુંદડી બાંધીને ફાંંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળેલ માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર શોભેશ્વર રોડ ઉપર જૈન દેરાસર પાછળ આવેલા વિસ્તારમાં રહેતા અને મૂળ ખનુઆ ગામ વિધતીનગર જી.સમષ્ઠીપુર બીહારના દેવેન્દ્ર શ્રીરામદેવ શર્મા જાતે લુહાર (૪૫) ના મકાનમાં તેના કૌટુંબિક સગા અરવિંદ રામબાબુ શર્મા જાતે લુહાર (ઉમર ૨૨) હાલ રહે.શોભેશ્વર રોડ દેરાસર પાછળ મોરબી-૨ મૂળ રહે.ફાજલીપુર કોઆરી તાલુકો તાજપુર જિલ્લો સમસ્તીપુર બિહાર વાળાએ તેના રૂમમાં પંખામાં ચુંદડી બાંધીને ફોંસો ખાઈ લીધો હતો જેથી કરીને અરવિંદ રામબાબુ શર્મા નામના ૨૨ વર્ષીય બીહારી યુવાનનું મોત થયું હતું.વધુમાં પોલીસના જણાવ્યા મુજબ પત્ની સાથે ફોનમાં થયેલી વાતચીતનું મનોમન લાગી આવતા અરવિંદ રામબાબુ શર્મા નામના લુહાર યુવાને ફાંસો ખાઈ લીધો હતો અને જેને લીધે તેનું મોત નીપજ્યું હતું હાલ બનાવ સંદર્ભે હેડકોન્સ્ટેબલ જગદીશભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં એક જ પરિવારના ચારને ઈજા

મોરબીના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટ વિસ્તારમાં નર્મદા હોલ નજીક રહેતા એક જ પરિવારના ચાર સભ્યોને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.સીટી એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે નર્મદા હોલ નજીક રહેતા મોયુદ્દીન ગુલામસબીર માલાણી (૧૯), હસનઅલી ગુલામસબીર માલાણી (૨૨), જેતુનબેન ગુલામસબીર માલાણી (૪૦) અને નુરમહંમદ ગુલામસબીર માલાણી (૧૦) ને મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા અને હરેશભાઈ ચાવડાએ તપાસ હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પંદરેક દિવસ પહેલા વિસ્તારમાંથી ચોરી થઈ હોય અને તે ચોરીની શંકાના આધારે પરિવારના ચાર સભ્યોને માર મારવામાં આવ્યો હોવાનું હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે






Latest News